GSTV
Home » News » મોદીએ મંત્રીમંડળના સદસ્યોની સાથે કરી બેઠક, શાહનું NDAના શીર્ષ નેતાઓ સાથે રાત્રિભોજન

મોદીએ મંત્રીમંડળના સદસ્યોની સાથે કરી બેઠક, શાહનું NDAના શીર્ષ નેતાઓ સાથે રાત્રિભોજન

Hindi belt bjp

લોકસભા ચૂંટણીનાં એક્ઝિટ પોલમાં રાજગને બહુમત મળવાનાં પૂર્વાનુમાનની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રી પરિષદોના સદસ્યો સાથે મંગળવારે અહીં મુલાકાત કરી અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.  આ બેઠક ભાજપનાં મુખ્યાલયમાં થઈ હતી.

બેઠકની શરૂઆતમાં સહયોગી દળોનાં નેતાઓ રામવિલાસ પાસવાન, હરસિમરત કૌર, અનુપ્રિયા પટેલ સહિતનાં બાકી નેતાઓએ પીએમનું સ્વાગત કર્યુ હતુ. ભાજપે પોતાનાં નેતૃત્વમાં આ ગઠબંધનને વધુ મજબૂત કરવા અને સરકાર ગઠનના વિશે વિચાર વિમર્શ કરવા બોલાવ્યા હતા.  

બેઠકમાં પીએમ મોદી સિવાય અમિત શાહ અને રાજગ સરકારમાં ઘટક દળોના મંત્રી પણ સામેલ થયા હતા. બેઠકનું નામ સ્વાગત અને આભાર મિલન સમારોહ રાખવામાં આવ્યુ હતુ. જેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નિતિન ગડકરી, રામવિલાસ પાસવાન, સ્મૃતિ ઈરાની, પીયૂષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નક્વી, રાધામોહન સિંહ, હરસિમરત કૌર બાદલ અને અનુપ્રિયા પટેલ સામેલ થયા હતા. તો સાથે જ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે NDAના વરિષ્ઠ નેતાઓને મંગળવારે રાત્રિભોજન માટે આમંત્રિત કર્યા છે.

READ ALSO

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!