રાફેલ સોદાને લઈને મોદી સરકાર અને કોંગ્રેસ આમને સામને છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દેશ-દુનિયાના દરેક મંચ પર રાફેલ સોદામાં કથિત ગોટાળાનો દાવો કરતા રહે છે. તો સરકાર તરફથી પણ પલટવાર કરાઈ રહ્યો છે. જોઈએ વિવાદ વધતા વચ્ચે ફ્રાંસના 58 હજાર કરોડની કિંમતે ભારત 36 લડાકુ વિમાન ખરીદીનો મામલો શું છે.
શું છે રાફેલ લડાકુ વિમાન ?
રાફેલ અનેક ભૂમિકાઓ નિભાવનારા બે એન્જીનથી સજ્જ ફ્રાંસીસી લડાકુ વિમાન છે. જેનું નિર્માણ ડસોલ્ટ એવિએશને કર્યું છે. રાફેલ વિમાનોને વૈશ્વિક સ્તર પર સર્વાધિક સક્ષમ લડાકુ વિમાન માનવામાં આવે છે.
શું સોદો હતો યુપીએ સરકારનો ?
ભારતે 2007માં 126 મીડિયમ મલ્ટી રોલ કોમ્બૈટ એરક્રાફ્ટ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ત્યારે તત્કાલિન સંરક્ષણ પ્રધાન એ.કે.એન્ટનીએ ભારતી વાયુ સેનાના પ્રસ્તાવને લીલીઝંડી આપી હતી.
આ મોટા સોદા માટે દાવેદારોમાં લોકહીડ માર્ટિનના એફ-16, યુરોફાઈટર ટાઈફૂન, રશિયાના મિગ-35, સ્વીડનના ગ્રિપેન, બોઈંગનું એફ-એ-18 એસ અને ડસોલ્ટ એવિએશનનું રાફેલ શામિલ હતું. લાંબી પ્રક્રિયા બાદ ડિસેમ્બર 2012માં લગાવાયેલી બોલીમાં ડસોલ્ટ એવિએશ સૌથી ઓછી બોલી લગાવનારું નિકળ્યું. મૂળ પ્રસ્તાવમાં 18 વિમાન ફ્રાંસમાં બનાવાના હતા. જ્યારે 108 હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સાથે મળીને તૈયાર કરવાના હતા.
યુપીએ સરકાર અને ડસોલ્ડ વચ્ચે કિંમતો અને પ્રૌદ્યોગિકીના હસ્તાંતરણ પર લાંબી વાતચીત થઈ હતી. અંતિમ વાતચીત 2014માં શરૂઆત સુધી ચાલુ રહી. પણ સોદો થઈ શક્યો નહીં. પ્રતિ રાફેલ વિમાનની કિંમતનું વિવરણ સત્તાવાર રીતે જાહેર કરાયું ન હતું. પરંતુ તત્કાલીન યુપીએ સરકારે સંકેત આપ્યો હતો કે સોદો 10.2 અરબ અમેરિકી ડોલરનો હશે. કોંગ્રેસે પ્રત્યેક વિમાનની કિંમત એવિયોનિક્સ અને હથિયારોને શામિલ કરતાં 526 કરોડ બતાવી હતી.
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ
2014માં કેન્દ્રમાં સરકાર બદલાઈ. એનડીએની મોદી સરકારે સત્તાના સુકાન સંભાળ્યા. બાદમાં 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસની યાત્રા દરમિયાન જાહેરાત કરી હતી કે સરકારોના સ્તર પર સમજૂતી પ્રમાણે ભારત સરકાર 36 રાફેલ વિમાન ખરીદશે. પીએમ મોદીની આ જાહેરાતને લઈને વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા.
મોદી સરકારે કરેલો સોદો શું છે ?
યુપીએ સરકારે 2014ની શરૂઆત સુધી ફ્રાંસ સાથે રાફેલ સોદા માટે વાતચીત ચાલુ રાખી છતાં સોદો થયો નહી. 2014માં લોકસભાની ચૂંટણીમાં એનડીએને બહુમત મળી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં. બાદમાં પીએમ મોદી એપ્રિલ 2015માં ફ્રાંસની મુલાકાતે ગયા ત્યારે તેમણે સરકારોના સ્તર પર સમજૂતી અંતર્ગત ભારત સરકાર દ્વારા 36 રાફેલ વિમાન ખરીદવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ વિપક્ષે સવાલ ઉઠાવ્યા કે વડાપ્રધાને સુરક્ષા મામલામાં પ્રધાનમંડળ સમિતિની મંજૂરી વિના કેવી રીતે સોદાને અંતિમ રૂપ આપ્યું. મોદી અને ફ્રાંસના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદ વચ્ચે વાતચીત બાદ 10 એપ્રિલ 2015ના દિવસે જાહેર કરાયેલા એક સંયુક્ત નિવેદનમાં કહેવાયું હતું કે તે 36 રાફેલ જેટની આપૂર્તિ માટે એક અંતર સરકારી સમજૂતી કરવા પર સહમત થયા.
શું છે અંતિમ સોદો?
ભારત અને ફ્રાંસે 36 રાફેલ વિમાનોની ખરીદી માટે 23 સપ્ટેમ્બર 2016ના દિવસે 7.87 અરબ યુરો એટલે કે લગભગ 58 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા. વિમાનની આપૂર્તિ સપ્ટેમ્બર 2019થી શરૂ થશે.
શું છે કોંગ્રેસનો આરોપ ?
કોંગ્રેસ આ સોદામાં મોટા ગોટાળોનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે સરકાર પ્રત્યેક વિમાન 1,670 કરોડ રૂપિયામાં ખરીદી રહી છે. જ્યારે યુપીએ સરકારે પ્રતિ વિમાન 526 કરોડની કિંમત નક્કી કરી હતી. કોંગ્રેસે સરકાર પાસે જવાબ માગ્યો છે કે કેમ સરકારી એરોસ્પેસ કંપની એચએએલને આ સોદામાં શામિલ કરાઈ નથી અને કેવીરીતે પ્રતિ વિમાનની કિંમત 526 કરોડ રૂપિયાથી વધારીને 1,670 કરોડ રૂપિયા કરાઈ ગઈ તે જણાવવા પણ માગ કરી છે. સરકારે ભારત અને ફ્રાંસ વચ્ચે 2008 ની સમજૂતીના એક પ્રાવધાનનો હવાલો આપીને તેનું વિવરણ જાહેર કરવાનો ઈન્કાર કરી દીધો છે.
શું છે મોદી સરકારની પ્રતિક્રિયા ?
લગભગ બે વર્ષ પહેલા રાજ્ય સંરક્ષણ પ્રધાને સંસદમાં એક પ્રશ્નો જવાબ આપતાં કહ્યું હતું કે પ્રત્યેક રાફેલ વિમાનની કિંમત લગભગ 670 કરોડ રૂપિયા છે. પરંતુ સંબંધિત ઉપકરણો, હથિયારો અને સેવાઓની કિંમતોનું વિવરણ આપ્યુ નહીં. બાદમાં સરકારે કિંમતો અંગે વાત કરવાનો ઈન્કાર કરી દીધો. અને સાથે એમ પણ કહ્યું કે 36 રાફેલ વિમાનોની કિંમતની ડિલિવરેબલ્સના રૂપમાં 126 લડાકુ વિમાન ખરીદવાના મૂળ પ્રસ્તાવ સાથે સીધી તુલના ન કરી શકાય.