GSTV
India News ટોપ સ્ટોરી

એન.ડી.તિવારી : એ નેતાની કહાની જે વડાપ્રધાન બનતા સહેજ માટે રહી ગયા…

 • જન્મ 18 ઓક્ટોબર 1925 નૈનિતાલનું બલૂતી ગામ
 • મૃત્યુ 18 ઓક્ટોબર 2018
 • પિતા : પૂર્ણાનંદ તિવારી (વન વિભાગના ઓફિસર)
 • પત્ની સુશીલા તિવારી-1954માં લગ્ન કર્યા
 • 14 મે 2014માં ઉજ્જવલા શર્મા સાથે લગ્ન કર્યા

રાજકીય કારકિર્દી

આઝાદી બાદ 1952માં નૈનિતાલમાં થયેલા ઇલેક્શનમાં તેઓ પહેલીવાર જીત્યા અને ધારાસભ્ય બન્યા. તેમને પ્રજા સમાજવાદી પાર્ટીની ટિકીટ મળી હતી. 1957માં નૈનિતાલથી જીત્યા અને એસેમ્બલીમાં વિપક્ષના નેતા બની ગયા. 1963માં કોંગ્રેસ જોઇન કરી કાશીપુરના ધારાસભ્ય બન્યા અને યુપી સરકારના મંત્રી. 1968માં નહેરૂ યુવા કેન્દ્રની સ્થાપના થઇ જે એક વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન છે.

1969થી 1971ની વચ્ચે ઇન્ડિયન યૂથ કોંગ્રેસના પહેલા અધ્યક્ષ બન્યા. એન.ડી.તિવારી ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. (1976-77, 1985-85, 1988-89) અને એકવાર ઉત્તરાખંડના મુખ્યમંત્રી બન્યા (2002-07) 1979થી 1980ની વચ્ચે ચૌધરી ચરણ સિંહની સરકારમાં વિત્ત અને સંસદીય કાર્ય મંત્રી હતા.

1980માં યોજના આયોગના ડેપ્યુટી ચેરમેન બન્યા. 1985-88માં રાજ્યસભાના સાંસદ બન્યા. 1985માં ઉદ્યોગ મંત્રી બન્યા. 1986થી 1987 સુધી રાજીવ ગાંધીની કેબિનેટમાં વિદેશમંત્રીની ખુરશી શોભાવી. 87થી 88 ફાઇનાન્સ અને કોમર્સના મંત્રી રહ્યા. 2007થી 2009ની વચ્ચે આંધ્રપ્રદેશના ગવર્નર રહ્યા, પરંતુ કથિત સેક્સ સ્કૈંડલમાં ફસાવાના કારણે તેમણે રાજીનામું આપી દેવું પડ્યું. જોકે તેમને બાદમાં દહેરાદૂન શીફ્ટ કરી દેવામાં આવ્યા.

પીએમની ખુરશીથી બસ એક વેત છેટા રહી ગયા

90ના દશકની ત્યારે શરૂઆત હતી જ્યારે તેઓ પ્રધાનમંત્રી પદના દાવેદાર રહ્યા હતા. પણ તેમની જગ્યાએ પીવી નરસિમ્હા રાવ બન્યા. આ એ સમય હતો જ્યારે તિવારી હાશિયામાં ધકેલાઇ ગયા હતા. પણ બાદમાં કોંગ્રેસ પર મુસીબત આવી ગઇ જેથી આ દિગ્ગજ નેતાને ફરી બોલાવવામાં આવ્યા. માનવામાં આવે છે કે પીએમ ન બનવાનું કારણ એ પણ હતું કે સંસદીય ચૂનાવમાં 11,429 વોટોથી તેઓ હારી ગયા હતા. 94માં તેમણે કોંગ્રેસને અલવિદા કહી દીધું અને 95માં પોતાની પાર્ટી ઓલ ઇન્ડિયા ઇન્દિરા કોંગ્રેસ ખોલી. જેમાં તેમની સાથે અર્જૂન તિવારી પણ હતા. જો કે બાદમાં ફરી સોનિયા ગાંધી સાથે તેમણે હાથ મિલાવી લીધો. જ્યારે ઉત્તરાખંડના સીએમ હતા ત્યારે ઉંમરના કારણે તેમણે પદ છોડવાની પણ ઇચ્છા વ્યક્ત કરેલી પણ તેમનું કદ એટલું મોટું હતું કે તેમને કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ જ આઝાદ કર્યા.

 

લગ્નમાં આટલો મોટો ગાળો કેમ ?

1954માં એનડી તિવારીએ સુશીલા તિવારી સાથે લગ્ન કર્યા હવે બીજા લગ્ન જુઓ. તેમની ઉંમર થઇ ચૂકી હતી ત્યારે તેમણે 14 મે 2014માં ઉજ્જવલા શર્મા સાથે બીજા લગ્ન કર્યા. જેની સાથે ઘણા લાંબા સમયથી તેઓ રિલેશનશિપમાં હતા. જેના બાયોલોજીકલ દિકરા રોહિત શેખરના તેઓ પિતા હતા. કહી શકાય કે એન.ડી. તિવારી જેવો વિવાદિત રાજકારણી જન્મ્યો નથી અને જન્મવાનો પણ નથી. શા માટે આવું ?

ઉજ્જવલા પ્રોફેસર શેર સિંહની દિકરી હતી. જે જનતા પાર્ટી સરકારના મંત્રી હતા. આ એ સમય હતો જ્યારે 70ના દાયકામાં કોંગ્રેસ પાર્ટી સત્તાથી દૂર હતી. ત્યારે ઉજ્જવલ્લાને તિવારી સાથે પ્રેમ થઇ ગયો. ત્યાર સુધી તો તિવારી સાહેબના લગ્ન થઇ ચૂક્યા હતા. સંતાન ન હોવાના કારણે ઉજ્જવલા અને તિવારી એક બીજાની નજીક આવ્યા.

2008માં રોહિત શેખરે દાવો કર્યો કે તિવારી તેમના જૈવિક પિતા છે. કોર્ટે આ મામલામાં ડિએનએ ટેસ્ટનો આદેશ આપ્યો. ત્યારે દિલ્હી કોર્ટમાં તિવારીના વકિલે એવું કહ્યું કે, તેમની રિપોર્ટ સિક્રેટ રાખવામાં આવે. જેને બાદમાં કોર્ટ દ્વારા ખારિઝ કરવામાં આવી. ડીએનએ ટેસ્ટમાં એ સાબિત થયું કે તિવારી રોહિતના પિતા છે. તિવારીએ મીડિયામાં પ્રાઇવેસીનો હવાલો આપીને કહ્યું કે, પોતાની જીંદગી છે, જેવી રીતે જીવવી હશે જીવી શકે છે. હવે દિકરો જ છે એમ માની માર્ચ 2014માં રોહિતને પોતાનો દિકરો માની લીધો. એ સમયે રોહિતની ઉંમર હતી 35 વર્ષ. 14 મે 2014માં લખનઉમાં રોહિતની મા ઉજ્જવલા સાથે તે લગ્નના તાતણે બંધાયા. ઉજ્જવલા સાથે લગ્ન કર્યા ત્યારે તેમનો એક દિકરો હાર્ટ અટેક ખમી ચૂક્યો હતો.

સેક્સ સ્કેન્ડલ

ABN આંધ્ર જ્યોતિ ચેનલે એક વીડિયો ચલાવ્યો હતો. જેમાં તિવારી સાહેબ કથિત સ્કેન્ડસમાં ફસાઇ ગયા. વીડિયોમાં તિવારી રાજભવનમાં ત્રણ મહિલાઓ સાથે સૂતા હતા. તિવારી એ આ વિશે માફી માંગી અને એ પણ કહ્યું કે આ વિપક્ષની ચાલ છે. આંધ્રપ્રદેશના અખબારોને ત્યારે રાજકીય મટીરીયલ ચલાવવા માટે મળી ગયું. તેમણે રાજભવનને બ્રોથલ હાઉસ નામનું હુલામણું નામ આપી દીધું હતું.

તિવારીજીનું ખાસમખાસ

 • 1991નો એ ચૂનાવ જે તેઓ હાર્યા. તેમનું માનવું હતું કે દિલીપ કુમારના કારણે તેઓ ચૂંટણી હારી ગયા. કહેતા હતા કે નરસિમ્હા રાવ ચૂંટણી લડ્યા વિના પીએમ બની ગયા. તેમની રેલીમાં દિલીપ કુમાર પ્રચાર કરવા માટે આવ્યા હતા. પરંતુ લોકોએ હલ્લા બોલ કર્યો કે તેમણે પોતાનું નામ યુસુફ ખાનમાંથી દીલીપ કુમાર કર્યું છે. જે તેમની ચૂંટણી આડેનો મોટો ખાડો બની ગયો.
 • ભારતીયોની અત્યારે જેટલી ઉંમર માનવામાં આવે છે તેટલી તો તિવારી સાહેબની રાજકીય કારકિર્દી રહી હતી. જે ઉંમરમાં તેઓ ઉભા નહોતા થઇ શકતા તે ઉંમરમાં તેઓ પીત્ઝા ખાવા માટે જતા હતા. પાછું એ જ ઉમરમાં તેમણે રાજકીય કરિયરમાં કમબેક કર્યું. 2002 બાદ તો તેમણે કોઇ ચૂંટણી લડી નહોતી, પણ 2012માં 7 ઉમેદવારને ઉત્તરાખંડની ચૂંટણી લડાવી. રોડ શૉ કરીને વોટ માગતા હતા. ઉત્તર પ્રદેશમાં પણ તેમના ચૂંટણી પ્રચારની ડિમાન્ડ હતી, પણ તબિયત ખરાબ હોવાના કારણે તેઓ ન આવી શક્યા અને જનતા રાહ જોતી રહી ગઇ.
 • રાજકારણમાં કોઇ સ્કેન્ડલમાં ફસાય ત્યારબાદ તેનું પુનરાગમન કરવું ખૂબ આકરૂ હોય છે. પણ તિવારીજી કંઇક નોખી માટીના હતા. તેમણે કમબેક કર્યું અને સફળ પણ રહ્યા. જોકે તેમાં પાર્ટીનું મોટું યોગદાન ગણવું પડે પરંતુ તિવારી જ હતા જેમણે ચૂંટણી માટે મેદાનમાં ઉતરી પોતાના તમામ પાપ જનતા સમક્ષ ધોઇ નાખ્યા હતા.
 • તિવારીજીએ દાવો કર્યો હતો 2002થી 2007 દરમિયાન એટલે કે ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી વિકાસની વાતો કરતા હતા એ દરમિયાન જ તેમના રાજ્યમાં સર્વાધિક વિકાસ થયો હતો. 2009માં બનેલ રાજભવન કાંડને તેઓ અંત સુધી  યાદ કરવા નહોતા માગતા. તિવારીજી છેલ્લે સુધી લડતા રહ્યા અને રાજ્યની નહીં દેશની વાતો કરતા રહ્યા.
 • એપ્રિલ 2014માં લોકસભાની ચૂંટણી હતી. આ સમયે રાજનાથ સિંહ તેમને મળવા પહોંચ્યા હતા અને તેમના આશિર્વાદ લીધા હતા. 2012માં મુલાયમ સિંહ માટે મુલાયમ દિલથી તેમણે પોતાનો પ્રેમ દેખાડ્યો હતો. અખિલેશના સીએમ બનાતા તેમણે દિલ ખોલી કહેલું કે અખિલેશ સીએમ બનશે અને મુલાયમ રાષ્ટ્રીય રાજનીતિમાં આગળ વધશે.
 • 2016માં દહેરાદૂનના શહીદ સ્થળ પર તેઓ પહોંચેલા ત્યારે ચોંધાર આંસૂએ રડી પડ્યા હતા. તેમનું કહેવું હતું કે, રાજ્યના નિર્માણની ભૂમિકા નિભાવનારા આંદોલનકારીયોની સરકાર ઉપેક્ષા કરી રહી છે, અને તેને તેઓ કોઇ દિવસ સહન નહીં કરી શકે.
 • એક કિસ્સો તો એવો પણ છે કે 70ના દાયકામાં તેમણે સંજય ગાંધીની ચપ્પલ ઉઠાવી હતી. એ સમયે તેઓ મુખ્યમંત્રીની પોઝીશન પર હતા. કારણ કે એ સમયે સંજય માટે કહેવાતું કે, સફળતાનો રસ્તો સંજય ગાંધીની ચપ્પલ નીચેથી જાય છે.
 • તેઓ કોંગ્રેસના વખાણ કરતા પણ પોતાના વખાણ સાંભળવા તેમને ભારોભાર પસંદ હતા. તેમણે હિન્દીમાં કહ્યું છે કે,तारीफ करने वालों को निहाल किया.
 • તેમની યાદશક્તિ નબળી હતી. પોતાનું નામ પણ ભૂલી જતા હતા. એક-બે મહિલાઓ તો એવી હતી જે તેમના આશિર્વાદ માત્રથી મંત્રી બની ગઇ હતી. ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી હતા ત્યારનો એક કિસ્સો લોકપ્રિય છે. તેમણે એક સચિવની નિયુક્તિ કરી. તે આગલા દિવસે તેમની પાસે ફાઇલ લઇને આવ્યો. તેને બેસાડ્યો, નાસ્તો કરાવ્યો, ઘરની વાતચીત કરી, પરિવારમાં શું ચાલે તે વિશે ખબર અંતર પૂછ્યા. સચિવે જ્યારે ફાઇલ સામે રાખી તો તિવારીજી અચંબામાં મુકાયા, સરકારી ફાઇલો તારી પાસે કેવી રીતે ? જવાબ મળ્યો કે હું જ તો તમારો સચિવ છું, એ ઘટના પછી એક માણસ હંમેશા તેમની પાછળ રહેતો હતો. જે કોઇ તેમને મળવા આવે એટલે તેમને ઓળખાણ આપે.

Related posts

પંજાબ / મુખ્યમંત્રી માન સહિત એક મંત્રી પર માનહાનિનો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

Hardik Hingu

રાજસ્થાન / ગેહલોત-પાયલોટના ઘમાસાણ વચ્ચે પીએમ મોદીએ મોડા પડવા બદલ માફી માંગી, ‘હું ફરી આવીશ’

Hardik Hingu

BIG BREAKING / કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પલટી મારતા 25ના મોત, CMએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

Hardik Hingu
GSTV