GSTV
India News ટોપ સ્ટોરી

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાનનું નિધન, પીએમ પદ માટે હતા દાવેદાર

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન નારાયણ દત્ત તિવારીનું નિધન થઇ ચુક્યું છે.. તેમણે 93 વર્ષની વયે દિલ્હીના સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. એનડી તિવારીનું નિધન તેમના જન્મ દિવસે જ થયું. ઉત્તરાખંડના મુખ્યપ્રદાન ત્રિવેન્દ્ર સિંહ રાવત અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સહિત તમામ રાજકીય હસ્તીઓએ એનડી તિવારીના નિધન પર શોક વ્યક્ત કર્યો. એનડી તિવારીની તબિયત લથડ્યા બાદ થોડા દિવસો પહેલા તેમને દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એનડી તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીએ પોતે ટ્વિટ કરીને પોતાના પિતા એનડી તિવારની હાલત નાજુક હોવાની વાત કહી હતી. છેલ્લા ઘણા મહિનાઓથી તેમની સતત બગડતી રહી હતી. આંધ્રપ્રદેશના ગવર્નર રહી ચુકેલા એનડી તિવારીનો જન્મ 18 ઓક્ટોબર 1925ના રોજ કુમાઉંની પરિવારમાં થયો હતો.

એનડી તિવારી ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં મુખ્યપ્રધાન રહી ચુક્યા હતા. યુપીના સીએમ તરીકે તેમણે 1976-77. 1984-85 અને 1988-89માં ત્રણ વખત ગાદી સંભાળી. જ્યારે કે 2002થી 2007 દરમિયાન તેઓ ઉત્તરાખંડના સીએમ રહ્યા. એનડી તિવારી પાસે બહોળો રાજકીય અનુભવ હતો. તેઓ 1986-87 સુધી રાજીવ ગાંધી કેબિનેટમાં વિદેશ પ્રધાન હતા. જ્યારે કે 2007થી 2009 સુધી આંધ્રપ્રદેશના રાજ્યપાલ રહ્યા. 1990ના દાયકામાં એક સમયે તેઓ વડાપ્રધાન પદના દાવેદાર મનાઇ રહ્યા હતા. પરંતુ પીએમ પદની ખુરશી પીવી નરસિમ્હા રાવને મળી હતી.

 

 

Related posts

આવતીકાલે શિંદે સરકારનું કેબિનેટ વિસ્તરણ, ફડણવીસને ગૃહ મંત્રાલય મળી શકે છે

GSTV Web Desk

ગોંડલ ગેંગરેપ કેસ / કોર્ટે 2 મહિનાની અંદર આપ્યો મોટો ચુકાદો, ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા

Zainul Ansari

સમલૈંગિક સંબંધમાં હત્યા/પત્ની બનીને રહેવા માંગતો હતો મીઠાઈ વેપારી, પાર્ટનરે આપી દીધું મોત 7

Binas Saiyed
GSTV