GSTV

નવરાત્રિના બીજા દિવસે કરો માતા બ્રહ્મચારિણીની પૂજા અને આ મંત્રોનો જાપ

નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને સમર્પિત હોય છે. બ્રહ્મનો અર્થ છે. તપસ્યા અને ચારિણી એટલે કે આચરણ કરનારી એટલે કે તપનું આચરણ કરનારી માતા બ્રહ્મચારિણી. બ્રહ્મચારિણી દેવી શાંત અને મગ્ન થઇન તપ કરનારા દેવી છે. તેમના મુખ ઉપર કઠોર તપસ્યાના કારણે અદભુત તેજ તથા કાંતિના દર્શન થાય છે. આ તેજ ત્રણેય લોકમાં વ્યાપેલું છે. દેવી બ્રહ્મચારિણીના એક હાથમાં માળા છે તથા એક હાથમાં કમંડળ છે.  દેવી સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છે. અને તપસ્યાનું મૂર્તિમાન સ્વરૂપ છે.

બ્રહ્મચારિણી દેવીના ઘણા નામ છે.  જેમ કે તપશ્ચારિણી, અપર્ણા અને ઉમા. આજે બીજા દિવસે  માતા સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં  અવસ્થિત સાધક મા બ્રહ્મચારિણીજીની કૃપા અને ભક્તિને પ્રાપ્ત કરે છે. દેવી બ્રહ્મચારિણીની ઉપાસનાથી તપ, ત્યાગ , વૈરાગ્ય, સદાચાર,સંયમી વૃદ્ધિ થાય છે. મા બ્રહ્મચારિણીની કૃપાથી મનુષ્યને સવર્ત્ર સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ કરે છે. તથા જીવનની અનેક સમસ્યા તથા પરેશાનીઓનો નાશ કરે છે. ભગવતી બ્રહ્મચારિણી દેવીને આજે બીજા દિવસે ખાંડનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

દેવી બ્રહ્મચારિણીની પૂજા વિધી

બ્રહ્મ ચારિણી દેવીની પૂજા આ રીતે કરવામાં આવે છે. સર્વ પ્રથમ જે કળશ સ્થાપન કરવામાં આવે છે તેની પૂજા કરવામાં આવે છે.  ત્યાર બાદ ફૂલ, અક્ષત, કુમકુમ, ચંદનથી  દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. તેમજ પંચામૃત સ્નાન કરાવીને પંચામૃત ધરાવવામાં આવે છે.

કળશ દેવતાની પૂજા બાદ નવગ્રહ, દશદિકપાલ, નગર દેવતા, ગ્રામ દેવતાની પૂજા કરવામાં આવે છે. માતાજીને હાર ચઢાવીને  પ્રસાદ ધરાવીને પાન સોપારીના બીડા ધરાવવામાં આવે છે. અને ઘી તથા કપૂરની આરતી કરવામાં આવે છે.

દેવી બ્રહ્મચારિણીના મંત્ર જાપ આ રીતે કરી શકાય

ब्रह्मचारिणी का ध्यान :
वन्दे वांछित लाभायचन्द्रार्घकृतशेखराम्।
जपमालाकमण्डलु धराब्रह्मचारिणी शुभाम्॥

गौरवर्णा स्वाधिष्ठानस्थिता द्वितीय दुर्गा त्रिनेत्राम।
धवल परिधाना ब्रह्मरूपा पुष्पालंकार भूषिताम्॥

परम वंदना पल्लवराधरां कांत कपोला पीन।
पयोधराम् कमनीया लावणयं स्मेरमुखी निम्ननाभि नितम्बनीम्॥

ब्रह्मचारिणी की स्तोत्र पाठ :
तपश्चारिणी त्वंहि तापत्रय निवारणीम्।
ब्रह्मरूपधरा ब्रह्मचारिणी प्रणमाम्यहम्॥

शंकरप्रिया त्वंहि भुक्ति-मुक्ति दायिनी।
शान्तिदा ज्ञानदा ब्रह्मचारिणीप्रणमाम्यहम्॥

ब्रह्मचारिणी की कवच :
त्रिपुरा में हृदयं पातु ललाटे पातु शंकरभामिनी।
अर्पण सदापातु नेत्रो, अर्धरी च कपोलो॥

पंचदशी कण्ठे पातुमध्यदेशे पातुमहेश्वरी॥
षोडशी सदापातु नाभो गृहो च पादयो।

अंग प्रत्यंग सतत पातु ब्रह्मचारिणी।

Related posts

હાઇકોર્ટે ફી મુદ્દે બે સપ્તાહમાં નક્કર નિર્ણય કરી પ્રોગ્રેસ રિપોર્ટ આપવા સરકારને આપ્યો આદેશ

Nilesh Jethva

અમદાવાદ : ફ્લેટમાંથી આવતી હતી દુર્ગંધ, પોલીસે દરવાજો તોડીને જોયુ તો ઉડ્યા હોંશ

Nilesh Jethva

દેવી માને ચડાવ્યો 300 કરોડનો નૌલખા હાર, 177 વર્ષ પહેલાનો છે ઈતિહાસ

Karan
Do NOT follow this link or you will be banned from the site!