GSTV

12 પાસ લોકો માટે અહીંયા નીકળી છે બંપર ભરતી, જલ્દીથી કરો નોકરી માટે આવેદન

Last Updated on August 22, 2020 by Mansi Patel

નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશને અનેક હોદ્દા પર ભરતી શરૂ કરી છે. એનસીટીઇએ બારમા ધોરણથી અંડરગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે નોકરીઓ કાઢી છે. અહીં, સ્ટેનોગ્રાફર ગ્રેડ સી, સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી, લોઅર ડિવિઝનલ કલાર્કથી લઈને ડેટા એન્ટ્રી ઓપરેટર સુધીની ઘણી જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ છે.

અરજી કરવાની તક કેટલી છે?

ઉમેદવારો પાસે આ નોકરીઓ માટે 19 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક છે. ઉમેદવારો આ પોસ્ટ્સ માટે એનસીટીઇ ની સત્તાવાર વેબસાઇટ ncte.gov.in ની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરી શકે છે. અહીં કુલ 18 પોસ્ટ્સ માટે ખાલી જગ્યાઓ છે. મદદનીશ પદ માટે ત્રણ ખાલી જગ્યાઓ છે, જેના માટે કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે. આ ભરતી માટેના ઉમેદવારની વયમર્યાદા 20 થી 27 વર્ષ માંગી છે.

સ્ટેનોગ્રાફરથી લઈને ડેટા એન્ટ્રી ઓપરેટર માટે ખાલી જગ્યાઓ

સ્ટેનોગ્રાફર ગ્રેડ સીની પોસ્ટ માટે ત્રણ ખાલી જગ્યાઓ છે. આ ખાલી જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત બારમું પાસ માંગવામાં આવ્યુ છે. આ પોસ્ટ્સ માટે મિનીટદીઠ 100 શબ્દો હિન્દી / અંગ્રેજી શોર્ટહેન્ડની માંગ છે. આ ઉપરાંત, કમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી અને વર્ડ પ્રોસેસિંગનું જ્ઞાન હોવું આવશ્યક છે. ઉમેદવારોની ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

Bank of India

તેવી જ રીતે સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી માટે છ પોસ્ટ્સ છે. ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની પોસ્ટ પર ખાલી જગ્યા છે. એલડીસી માટે પાંચ નોકરી મળી છે. જેના માટે કમ્પ્યુટર પર મિનિટ દીઠ 35 શબ્દોની ગતિએ અથવા મિનિટમાં 30 શબ્દોની ઝડપે હિન્દી ટાઇપિંગ માંગવામાં આવ્યું છે. ઉમેદવારોએ આ પોસ્ટ્સ માટે અરજી કરતા પહેલા એકવાર વિગતવાર સૂચના જોવી જરૂરી છે. આ તમામ ખાલી જગ્યાઓ માટે, એસસી અને એસટી વર્ગને પાંચ વર્ષ અને ઓબીસીને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવી છે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!