GSTV

હવે દિલ્હીમાં ઉપરાજ્યપાલ જ છે સરકાર / સંસદમાં NCT બિલ પસાર, જાણો કેમ કરે છે કેજરીવાલ આ બિલનો વિરોધ

Last Updated on March 25, 2021 by Pritesh Mehta

દિલ્હીમાં લેફ્ટિનેન્ટ ગવર્નર એટલે કે ઉપ-રાજ્યપાલ અને મુખ્યમંત્રીના અધિકારો સ્પષ્ટ કરતા NCT બિલને સંસદના બંને સદનમાં મંજૂરી મળી ગઈ છે. બુધવારે રાજ્યસભાએ વિપક્ષના હોબાળા વચ્ચે ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરીટરી (NCT) ઓફ દિલ્હી (અમેન્ડમેન્ટ) બિલ 2021ને મંજૂરી આપી દીધી છે. લોકસભામાં સોમવારે જ આ NCT બિલ પાસ થઈ ગયું હતું. હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ બિલ કાયદો બની જશે.

દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે તેને ‘લોકશાહીનો કાળો દિવસ’ જાહેર કર્યો હતો. તો ચાલો જાણીએ આ NCT બિલમાં એવું તો શું છે કે, આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી દળો તેને બંધારણ અને લોકશાહીની વિરૂદ્ધ ગણાવી રહ્યા છે.

NCT

દિલ્હીનું કિંગ કોણ, LG કે મુખ્યમંત્રી આ લડાઈ બહુ જૂની છે. અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા ત્યારથી આ મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો છે. ત્યાં સુધી કે આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે 2018 અને 2019માં પોતાના ચુકાદાઓ દ્વારા એલજી અને દિલ્હી સરકારની ભૂમિકાઓ અને અધિકાર ક્ષેત્ર સ્પષ્ટ કર્યા હતા. હવે કેન્દ્ર સરકાર એવી દલીલ કરી રહી છે કે, સુપ્રીમ કોર્ટના આદેશમાં જે ભાવના છે તેને લાગુ કરવા માટે જ તે ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરીટરી ઓફ દિલ્હી એક્ટમાં સંશોધન લાવી છે. સંસદના બંને સદનમાં પાસ થઈ ચુકેલા આ બિલ અંતર્ગત એલજીનો અધિકાર ક્ષેત્ર ખૂબ વિસ્તૃત થઈ ગયો છે. બિલની જોગવાઈ પ્રમાણે રાજ્ય કેબિનેટ કે સરકાર કોઈ પણ નિર્ણય લાગુ કરતા પહેલા ઉપ રાજ્યપાલનો અભિપ્રાય લેશે.

NCT બિલ પ્રમાણે દિલ્હી વિધાનસભા દ્વારા બનાવાયેલા કોઈ પણ કાયદામાં સરકારને ઉપ રાજ્યપાલથી મતલબ રહેશે. ઉપ રાજ્યપાલે તમામ નિર્ણયો, પ્રસ્તાવો અને એજન્ડાની જાણકારી આપવી પડશે. જો એલજી અને મંત્રી પરિષદ વચ્ચે કોઈ મુદ્દે મતભેદ થાય તો એલજી તે મુદ્દાને રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે છે.

એટલું જ નહીં એલજી વિધાનસભામાં પાસ એવા કોઈ બિલને મંજૂરી નહીં આપે જે વિધાનમંડળના શક્તિ-ક્ષેત્રની બહાર હોય. તેઓ તેને રાષ્ટ્રપતિ વિચાર કરી શકે તે માટે રિઝર્વ રાખી શકશે. બિલ અંતર્ગત દિલ્હીમાં ચૂંટાયેલી સરકારના અધિકાર સીમિત કરવામાં આવ્યા છે. બિલ પ્રમાણે દિલ્હી વિધાનસભા પોતે કે તેની કોઈ કમિટી એવો નિયમ નહીં બનાવે જે તેને દૈનિક પ્રશાસનની ગતિવિધિઓ પર વિચાર કરવા કે કોઈ વહીવટી નિર્ણયની તપાસ કરવા અધિકાર આપે. આ એવા અધિકારીઓ માટે ઢાલનું કામ કરશે જેમને હંમેશા વિધાનસભા કે તેની સમિતિઓ દ્વારા સમન્સ મળવાનો ડર હોય.

આમ તો સુપ્રીમ કોર્ટે 2018ના પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કહ્યું હતું કે, દિલ્હી સરકાર જે પણ નિર્ણય લેશે તે અંગે તે એલજીને જાણકારી આપશે. પરંતુ એલજીની સહમતી જરૂરી નથી. પરંતુ હવે આ બિલ અંતર્ગત એલજીને એવી સત્તા મળી ગઈ છે કે, જો તે મંત્રી પરિષદના કોઈ નિર્ણયથી સહમત ન હોય તો મુદ્દાને રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે.

એટલું તો સ્પષ્ટ છે કે, બિલ કાયદો બની જશે એટલે દિલ્હીના ઉપ રાજ્યપાલના અધિકાર ખૂબ વધી જશે. જો કે, કેન્દ્ર સરકારના કહેવા પ્રમાણે આ બિલને ફક્ત ઉપ રાજ્યપાલ અને દિલ્હી સરકારની ભૂમિકાઓ અને શક્તિઓ સ્પષ્ટ કરવા લાવવામાં આવ્યું છે જેથી ગતિરોધ ન થાય. હવે નવા એનસીટી બિલને સંસદની મંજૂરી મળવાની સાથે જ રાષ્ટ્રીય રાજધાનીમાં ફરી એક વખત  LG vs CMની નવી કાયદાકીય લડાઈ જોવા મળી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

UP Opinion Polls / ભાજપ અને સપા વચ્ચે જબરદસ્ત ટક્કર, કોણ મારશે બાજી? જાણો યુપીના 11 લાખ લોકોએ શું આપ્યો જવાબ

GSTV Web Desk

UP ચૂંટણી! શું ભાજપ આવશે કે જશે? મત વિસ્તારના લોકોનો રોષ જોઈને ભાગવું પડ્યું નેતાને! હાથ જોડીને કારમાં બેસીને થયા પલાયન

pratik shah

મોટા સમાચાર : સરકાર સાથેની બેઠક બાદ તબીબોનો મોટો નિર્ણય, આજથી ડોક્ટરો ઉતરવાના હતા હડતાળ પર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!