GSTV
Home » News » ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા બાદ રિયલ એસ્ટેટ ગ્રુપે 3000 કરોડ રૂપિયાના કાળા નાણાની કરી કબૂલાત

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા બાદ રિયલ એસ્ટેટ ગ્રુપે 3000 કરોડ રૂપિયાના કાળા નાણાની કરી કબૂલાત

એનસીઆર સ્થિત એક રિયલ એસ્ટેટ ગૂ્રપે 3,000 કરોડ રૂપિયાથી વધુના કાળા નાંણાની કબૂલાત કરી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા દરમિયાન આ વાત સામે આવી છે. સોમવારે સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ)એ આ માહિતી આપી હતી. 

સીબીડીટીએ તેના સત્તાવાર નિવેદનમાં કંપનીનું નામ જાહેર કર્યું નથી. જોકે, અિધકારીઓએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે એનસીઆર સ્થિત રિયલ  એસ્ટેટ ગૂ્રપ ઓરીએન્ટલ ઈન્ડિયાના પરીસરો પર આઈટીએ દરોડા પાડયા હતા.

સીબીડીટીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સપ્તાહથી ગૂ્રપના વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ગૂ્રપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માઈનિંગ અને રિયલ એસ્ટેટના કારોબારમાં સક્રિય છે.

સીડીબીટીએ તેના નિવેદનમાં કહ્યું હતું કે, કેશ લેજરમાં અંદાજે 250 કરોડ રૂપિયાનું કાળુ નાંણુ હોવાની માહિતી મળ્યા પછી આઈટી વિભાગે દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન આઈટી વિભાગે મિલકતો જપ્ત કરી છે. આ ગૂ્રપે અનેક પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન પર પણ ટેક્સ ચૂકવ્યો નથી.

અંદાજે 3.75 કરોડ રૂપિયાની બેનામી સંપત્તી પણ આઈટી વિભાગે જપ્ત કરી છે. આ ગૂ્રપે અંદાજે 3,000 કરોડ રૂપિયાનું કાળુ નાંણુ હોવાની વાત કબૂલી છે. સાથે જ તે ધન પર ટેક્સ ચૂકવવાની વાત પણ કહી છે. દરોડા પછી આ ગૂ્રપના 32 બેન્ક લોકર પણ સીલ કરી દેવાયા છે.

READ ALSO

Related posts

કેજરીવાલે દિલ્હીના વિકાસ માટે મોદીના આશીર્વચન માગ્યા

Mayur

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!