GSTV
Home » News » NCPCR એ જ્હોનસન એન્ડ જ્હોનસનનાં બેબી શેમ્પૂ, ટેલ્કમ પાઉડરના નમૂનાની તપાસના રિપોર્ટ માંગ્યા

NCPCR એ જ્હોનસન એન્ડ જ્હોનસનનાં બેબી શેમ્પૂ, ટેલ્કમ પાઉડરના નમૂનાની તપાસના રિપોર્ટ માંગ્યા

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ (એનસીપીસીઆર)એ ઈન્ટરનેશનલ કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સનના બેબી શેમ્પૂ અને ટેલ્કમ પાઉડરમાં હાનિકારક તત્ત્વ હોવાને કારણે તમામ રાજ્યોને તેનું વેચાણ રોકવા અને સંબંધિત ઉત્પાદનોને બજારમાંથી દૂર કરવા જણાવ્યું છે. આ પહેલા અમેરિકામાં આ પ્રોડક્ટસ ઉપર પ્રતિબંધ મુકાઇ ચૂક્યો છે. ભારતમાં આ પ્રતિંબધ સૌપ્રથમવાર લગાવવામાં આવ્યો છે. સૂત્રો મુજબ જ્હોન્સન એન્ડ જ્હોન્સનના બેબી ટેલ્કમ પાઉડર અને શેમ્પૂમાં એસ્બેટોસના તત્વ મળ્યા બાદ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને એનસીપીસીઆર દ્વારા પત્ર લખવામાં આવ્યા છે. આ પત્રમાં અધિકારીઓને પોતપોતાના વિસ્તારોમાં પ્રોડક્ટ્સના વેચાણને રોકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પહેલા પણ જ્હોન્સન એન્ડ જ્હોન્સનના અમુક પ્રોડક્ટ્સમાં બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક કેન્સરજન્ય તત્વ હોવાની વાત સામે આવી હતી. વિદેશોમાં પણ કંપની સામે મોટી કાર્યવાહી થઇ છે અને કંપનીએ કરોડો રૂપિયાનો દંડ પણ ભરવો પડયો છે. એસ્બેટોસ અત્યંત ખતરનાક છે. શ્વાસમાં એસ્બેટોસના રજકણો જાય તો તેનાથી ગંભીર બિમારી થાય છે અને તેમાં ફેફસાં તથા ઓવેરિઅન કેન્સર થવાની પણ વધુ શક્યતા રહે છે. પાઉડરના ઉપયોગથી બાળક તેમ જ માતાના સ્વાસ્થ્યને ખતરો રહે છે કેમકે તેઓ બંને પાઉડરના સંપર્કમાં આવે છે. આથી, માત્ર બાળકને જ નહીં પરંતુ માતાને પણ ગંભીર બીમારી થવાનો ખતરો રહે છે.

READ ALSO

Related posts

ઈજાગ્રસ્ત ખેલાડીને લઈને IPL 2020માં આવ્યો નવો નિયમ

pratik shah

ઓમ બિરલાએ યુરોપિયન સંસદના અધ્યક્ષને ભારતે બનાવેલા કાયદાને સન્માન આપવાની કરી ટકોર

Nilesh Jethva

જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર આદિવાસી પંથકના વિદ્યાર્થીઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!