મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયત વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પ્રમુખ શરદ પવાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને તેમની સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. શિવસેના સાથે સરકાર રચવા મામલે સોનિયા અને શરદ પવાર કોઈ મોટી ગેમ રમી રહ્યાં છે. શિવસેના આજે પણ ખુલીને સામે આવી છે. સંસદમાં શિયાળુ સત્રમાં એનડીએના સહયોગી ન હોવાના નાતે તેઓ વિપક્ષમાં બેઠા હતા. પવાર અને સોનિયાની મુલાકાત બાદ પણ બંનેએ કોઈ પત્તાં ખોલ્યા નથી. આ મામલે ચૂપકીદી મહારાષ્ટ્રના રાજકારણમાં કોઇ નવો સંકેત દર્શાવી રહી છે.

તેમણે કહ્યુ હતું કે, અમે સોનિયા ગાંધી સાથે મહારાષ્ટ્રની પરિસ્થિતીની જાણકારી આપી હતી. અમે અન્ય મુદ્દાઓ ઉપર વાત કરી નથી. અમે પરિસ્થિતી પર નજર રાખી રહ્યા છીએ. અમે બંને દળોનાં વરિષ્ઠ નેતાઓની સાથે ચર્ચા કરીશું અને તેમનો અભિપ્રાય લઈશું. તેનાં આધારે અમે ભવિષ્યને લઈને નિર્ણય લઈશું.

આ બેઠક અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, શરદ પવારે આજે કોંગ્રેસ અધ્યક્ષને મળ્યા અને તેમને મહારાષ્ટ્રની પરિસ્થિતિ વિશે માહિતી આપી. નિર્ણય લેવામાં આવ્યો કે એક કે બે દિવસમાં એનસીપી અને કોંગ્રેસના પ્રતિનિધિઓ દિલ્હીમાં બેઠક કરશે અને આગામી વલણ અંગે ચર્ચા કરશે.”

શિવસેનાનો દાવો
શિવસેનાએ કહ્યુ છેકે, ત્રણેય પાર્ટીઓ વહેંચાયેલાં ન્યૂનતમ કાર્યક્રમ પર સહમતિ બની ગઈ છે. અને જલ્દી સરકાર બની જશે. બીજેપી સાથે મુખ્યમંત્રીની ખુરશીને લઈને ખેંચતાણ બાદ શિવસેનાએ 30 વર્ષ જુનું ગઠબંધન તોડી નાંખ્યુ હતુ. હવે પાર્ટી કોંગ્રેસ-એનસીપીની સાથે સરકાર બનાવવાનાં પ્રયાસો કરી રહી છે.

ઉલ્લેખનીય છેકે, મહારાષ્ટ્રમાં 24 ઓક્ટોબરે ચૂંટણીનાં પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી કોઈ એક દળને પૂર્ણ બહુમત ન મળવાને કારણે સરકારની રચનાને લઈને જોડાણ ચાલું છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટો છે. અને બહુમત માટે જરૂરી આંકડા 145 ધારાસભ્યોની છે.

બીજેપીએ 105 અને શિવસેનાએ 56 સીટો જીતીને બહુમતનો આંકડો સરળતાથી મેળવી લીધો હતો. પરંતુ મુખ્યમંત્રી પદ પર ભાગીદારીને લઈને બંનેમાં સહમતિ ન બનતા સરકાર બની શકી ન હતી. કોંગ્રેસ અને એનસીપીની વચ્ચે ચૂંટણી પહેલાં ગઠબંધન હતુ. કોંગ્રેસે 44 અને એનસીપીએ 54 સીટો જીતી છે.

શિવસેના હવે કોંગ્રેસ-એનસીપીની સાથે ગઠબંધન કરીને સરકાર રચવાના પ્રયાસમાં લાગેલી છે. આ સંબંધમાં ત્રણેય દળો ઘણીવાર બેઠક કરી રહ્યા છે. સરકાર ચલાવવા માટે કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે.
READ ALSO
- ‘ઋષભ પંતે હવે ‘ધોની-ધોની’ સાંભળવાની આદત પાડી લેવી જોઇએ’ આ શું બોલી ગયો ગાંગુલી?
- આરોપીને કસ્ટડીમાં માર ન મારવા પોલીસે માંગી લાંચ અને પછી પોતે જ ફસાયા જાળમાં
- જીતવું જરૂરી નથી, સારી ટીમનાં રૂપમાં પરત ફરે વેસ્ટઈન્ડિઝ: લારા
- …તો બંધ કરી દઈશું વોડાફોન-આઈડીયાને : 3.75 કરોડ ગ્રાહકોને લાગશે મોટો ઝટકો
- લક્ષચંડી યજ્ઞમાં સામેલ થવા પીએમ મોદીને અપાયું આમંત્રણ, આ નેતાઓ અને સંતો પણ રહેશે ઉપસ્થિત