GSTV

વિધાનસભા ચૂંટણી પહેલાં NCPને ઝાટકો, શિવસેનામાં સામેલ થયા સચિન આહિર

મહારાષ્ટ્રમાં એનસીપીને મોટો ઝાટકો લાગ્યો છે. એનસીપીના મુંબઈ અધ્યક્ષ સચિન આહીર શિવસેનામાં સામેલ થયા હતા. સચિન મુંબઈમાં એનસીપીનો મોટો ચહેરો છે. તેઓ શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા.

1972માં જન્મેલા સચિન આહિર મિલ મજૂર સંગઠન સાથે જોડાયેલા છે. તેઓ 1995માં પહેલીવાર શિવડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 1999માં તેઓ મહારાષ્ટ્રમાં રાજ્યમંત્રી બન્યા હતા.

2004 અને 2099માં તેઓ એનસીપીની બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા પરંતુ 2014માં તેઓ વિધાનસભાની ચૂંટણી હારી ગયા. ત્યારે સચિન શિવસેનામાં સામેલ થતા મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એનસીપીને મોટો ઝાટકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં એનસીપીના કેટલાક નેતાઓ શિવસેનામાં સામેલ થઈ શકે છે.

READ ALSO

Related posts

પશ્ચિમ બંગાળ : BJP પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના TMC પર પ્રહાર – ‘મમતા બેનર્જી હાર ભાળી ગયા છે’

Mansi Patel

હવે આ જ બાકી હતું / 55 લાખ રૂપિયામાં વધારી શકાશે એક ઈંચ હાઈટ, નીચી હાઈટ હોય અને રૂપિયા હોય તો તમામ છે દુનિયામાં શક્ય

Ankita Trada

વડોદરા/ બુલેટ ટ્રેન માટે જમીન માલિકોને યોગ્ય વળતર આપવા માટે રજૂઆત, જગ્યાની ફાળવણી કે કિંમતની નથી કરતા સ્પષ્ટતા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!