GSTV

ભાજપને હાશકારો, મહારાષ્ટ્રમાં એનસીપી – કોંગ્રેસ શિવસેનાને ટેકો નહીં આપે

હરીયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરીણામો જાહેર થઇ ગયા છે. જોકે બન્ને રાજ્યોમાં ગઠબંધનથી સરકાર બનાવવી પડે તેવી સિૃથતિ ઉભી થઇ હતી. દરમિયાન મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપના ગઠબંધનની સરકાર બને તે પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે કોંગ્રેસ અને એનસીપી શિવસેનાની સાથે મળીને સરકાર બનાવી શકે છે. પણ આ અહેવાલોને બન્ને પક્ષોએ નકાર્યા હતા અને કહ્યું હતું કે અમે શિવસેના સમક્ષ સરકારનો કોઇ જ પ્રસ્તાવ નથી મુક્યો.

મહારાષ્ટ્રમાં 288માંથી ભાજપે 105 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે શિવસેનાને 56, એનસીપીને 54 બેઠકો મળી હતી. કોંગ્રેસે પણ 44 બેઠકો જીતી લીધી છે. તેથી હાલ કોઇ પક્ષને સ્પષ્ટ બહુમત નથી મળી. દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ બાલાસાહબ થોરાટે જણાવ્યું હતું કે અમે શિવસેનાને સરકાર માટે કોઇ જ પ્રસ્તાવ નથી મુક્યો.પણ જો શિવસેના અમારી સમક્ષ સરકાર બનાવવાની ઓફર લઇને આવે તો અમે અમારા હાઇકમાન્ડના નેતાઓની સાથે વાતચીત કરીને આગળનો નિર્ણય લઇશું.

અગાઉ એનસીપી નેતાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે શિવસેના ભાજપને સમર્થન આપશે તો માત્ર ઉપ મુખ્ય પ્રધાન પદ મળશે પણ જો એનસીપીને સમર્થન આપશે તો મુખ્ય પ્રધાન પદ આપીશું. જોકે આ નિવેદનની ચર્ચા વચ્ચે એનસીપીના વડા શરદ પવારે કહ્યું હતું કે અમે શિવસેનાની સાથે કોઇ જ ગઠબંધન નથી કરવા માગતા.  અમે વિપક્ષમાં રહીને એક મજબૂત વિપક્ષ માટે તૈયાર છીએ.

એનસીપી-કોંગ્રેસ અને અન્ય પક્ષો એક થઇને મહારાષ્ટ્રમાં એક મજબુત વિપક્ષ માટે તૈયાર છીએ કેમ કે અમને પ્રજાએ વિપક્ષમાં બસવા કહ્યું છે અને અમે તેમ કરવા માગીએ છીએ. શિવસેના હાલ બહુમતથી દુર ભાજપ સાથે કેટલીક શરતો સાથે જ ગઠબંધન કરવા તૈયાર છે અને 50-50 ફોર્મ્યૂલા લાવી છે.

શિવસેનાના મુખપત્ર સામનામાં છપાયેલા લેખના હેડિંગમાં લખ્યું હતું કે ઉધૃધવ ઠાકરે પાસે મહારાષ્ટ્રની સત્તાની ચાવી છે. આ પહેલા શિવસેનાના સાંસદ સંજય રાવતે એક કાર્ટૂન ટ્વીટર પર શેર કર્યું હતું અને ટોણો માર્યો હતો.જેમાં શિવસેના-એનસીપી વચ્ચે ગઠબંધનના પણ સંકેતો મળ્યા હતા, જેને પગલે મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસ પણ સરકાર બનાવી શકે છે તેવી ફોર્મ્યૂલાની ભારે ચર્ચા થઇ હતી.

READ ALSO


Related posts

જે છોકરીનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયું હતું તે હવે આ ધારાસભ્ય સાથે લગ્ન કરી રહી છે

Mayur

પાણીના ટેન્કમાં પડ્યું હાથીનું બાળક અને મા, પછી સેનાએ બતાવ્યો દમ

Kaushik Bavishi

આ દિગ્ગજ ટેલિકોમ કંપની દેવાળું ફૂંકે તેવી શક્યતા, 13 હજારથી વધુ કર્મચારીઓ નોકરી ગુમાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!