ગુજરાત કોંગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા છે. કોંગ્રેસમાંથી બળવો કરી નીકળેલા વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા થોડા સમય પહેલા જ એનસીપીમાં જોડાયા હતા. ચર્ચા હતી કે કોંગ્રેસ અને એનસીપી કેટલીક બેઠકો પર ગઠબંધન કરવાના હતા, પણ હવે એનસીપીએ નક્કી કર્યું છે કે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે, તેની જગ્યાએ તમામ 26 બેઠકો પર ઉમેદવારોને ઉતારશે.
આ વિશે એનસીપીના જયંત બોસ્કીએ કહ્યું હતું કે, ટૂંક સમયમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી લડવા સિવાય એનસીપીએ પેટા ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે.
શા માટે પડશે ફટકો
થોડા સમય પહેલા જ શંકરસિંહ વાઘેલા શરદ પવારની હાજરીમાં એનસીપીમાં જોડાયા હતા. બાપુના જોડાતા કંઈ મોટો ફર્ક નહીં પડે તેવું લાગતું હતું. ઉપરથી બંને વચ્ચે ગઠબંધન થવાની વાતો પણ થઈ હતી. જો કે હવે એનસીપીએ ગઠબંધનની વાત નેવે મુકી ઠેકડો મારતા તમામ જગ્યાએ ઉમેદવારો ઉતારવાની વાત કરી છે. 2014ની ચૂંટણી સમયે ગુજરાત કોંગ્રેસ ભાજપ સામે તમામ બેઠકો હારી ગઈ હતી.
આ વખતે જીતની આશા હતી પણ જો એનસીપી તમામ બેઠકો પર ઉમેદવારોને ઉતારશે તો ચોક્કસ મતનું વિલીનીકરણ થવાનું છે. જેનાથી ભાજપ અને કોંગ્રેસ આમ બંનેના મતનું વિભાજન થશે. મતના વિભાજનના કારણે જે બેઠક પર કોંગ્રેસ ભાજપ સામે જીતવાની હોય ત્યાં ભાજપ જીતી જાય તેવા સંકેતો પણ દેખાઈ શકે છે. જેથી કોંગ્રેસ માટે આ મોટો ફટકો છે.
READ ALSO
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી