GSTV

ટાટા મેનેજમેન્ટને NCALTનો ઝટકો, સાયરસ મિસ્ત્રીને ફરી ચેરમેન બનાવવા થયો આદેશ

નેશનલ કંપની લો અપેલેટ ટ્રિબ્યુનલે તે અરજી પર સાયરસ મિસ્ત્રીના પક્ષમાં ચુકાદો આપ્યો છે, જેમાં ટાટા સન્સના ચેરમેન પદેથી હટાવવાને પડકારવામાં આવી હતી. ન્યાયાધીકરણે મિસ્ત્રીને ટાટા ગ્રુપના કાર્યકારી ચેરમેન બનાવવાનો આદેશ આપ્યો છે, જ્યારે એન ચંદ્રશેખરનની કાર્યકારી ચેરમેન તરીકે નિયુક્તિને ગેરકાયદેસર ઠેરવી છે. રતન ટાટા બાદ તેમણે 2012માં ટાટા સન્સનું ચેરમેન પદ સંભાળ્યું હતુ. ટાટા જૂથના 150 વર્ષના ઇતિહાસમાં સાઇરસ મિસ્ત્રી ચેરમેન બનનારા ટાટા પરિવારની બહારના બીજા વ્યક્તિ હતા. તેમની પહેલા 1934થી 1938 સુધી ટાટા જૂથની બહારના નવરોજી સકલતવાલા ચેરમેન હતા.

નેશનલ કંપની લો અપેલેટ ટ્રિબ્યુનલ આજે ચુકાદો આપ્યો

NCLATએ બુધવારે સાયરસ મિસ્ત્રીના પક્ષમાં ચુકાદો આપતા કહ્યું છે કે મિસ્ત્રીને ફરીથી ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવે. સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સનના ચેરમેન પદ પરથી હટાવવાની વિરુદ્ધ કરવામાં આવેલી અરજી પર નેશનલ કંપની લો અપેલેટ ટ્રિબ્યુનલ આજે ચુકાદો આપ્યો હતો.

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં કેસ હાર્ય બાદ મિસ્ત્રી અપેલેટ ટ્રિબ્યુનલમાં ગયા હતા. એપલેટે ટ્રિબ્યુનલે જુલાઈમાં ચુકાદો અનામત રાખ્યો હતો.

  • મિસ્ત્રીએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલના ચુકાદાને અપેલેટ ટ્રિબ્યુનલમાં પડકાર્યો હતો
  • મિસ્ત્રીને ઓક્ટોબર 2016માં ટાટા સન્સના ચેરમેન પદ પરથી હટાવવામાં આવ્યા
  • ટાટા સન્સના બોર્ડને મિસ્ત્રી પર ભરોસો ન હોવાથી તેમને હટાવ્યા
  • મિસ્ત્રીની દલીલ- આ કાર્યવાહી કંપનીસ એક્ટના નિયમની વિરુદ્ધ

સાઇરસ મિસ્ત્રીને 30 વર્ષ માટે તાતા સન્સના ચેરમેને બનાવવામાં આ્વ્યા હતા. જોકે ચાર વર્ષ પછી જ તેમને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. માનવામાં આવે છે કે તાતા સન્સમાં 66 ટકાથી વધારે હિસ્સો ધરાવતા તાતા ટ્ર્સ્ટને કંપની તરફથી મળતા લાભ પર લાદવામાં આવેલા પ્રતિબંધ સાઇરસ મિસ્ત્રીની હકાલપટ્ટી માટે જવાબદાર એવું મજબૂત કારણ હતું.  સાઇરસ મિસ્ત્રીની હકાલપટ્ટી પછી રતન તાતાએ વચગાળાના ચેરમેન તરીકે થોડા સમય માટે જવાબદારી સંભાળી.

આખરે ટીસીએસના પ્રમુખ રહેલા એન. ચંદ્રશેખર તાતા ગ્રૂપના ચેરમેન બનાવવામાં આવ્યા. એનસીએલટીનો આ નિર્ણય તાતા સન્સ અને સાઇરસ મિસ્ત્રી વચ્ચે 20 મહિના સુધી ચાલેલા કડવા કાનૂની જંગ પછી આવ્યો હતો. સાઇરસ મિસ્ત્રી તરફથી ડિસેમ્બર, 2016માં દાખલ કરવામાં આવેલી અરજીમાં તાતા ગ્રૂપની ઓપરેટિંગ કંપનીઓમાં રતન તાતા અને તાતા ટ્રસ્ટના એન.એ. સુનાવાલાના હસ્તક્ષેપને કારણે તાતા સન્સ નબળી પડી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી તેમજ ખોટા નિર્ણયો લેવાયા હોવાના આરોપ મૂકાયા હતા. રતન તાતાએ ચૅરમૅનપદેથી તેમની નિવૃત્તિની જાહેરાત  વર્ષ 2012માં કર્યા બાદ સાયરસ મિત્રીને તેમના અનુગામી તરીકે નિમ્યા હતા અને અૉક્ટોબર 2016માં તેમને હોદ્દા ઉપરથી દૂર કર્યા હતા.

ટાટા સન્સમાંથી હાંકી કાઢવામાં આવેલા સાયરસ મિસ્ત્રીએ પોતાના પરિવાર દ્ધારા સંચાલિત બે કંપનીઓ મારફતે એનસીએલટીમાં કંપની એક્ટના સેક્શન 242 અને સેક્શન 241 હેઠળ અરજી દાખલ કરાવી હતી. જેમાં ટાટા સન્સ દ્ધારા મિસમેનેજમેન્ટ અને અલ્પમત શેરધારકોના દમનનો આરોપ લગાવ્યો હતો.

Read Also

Related posts

મોદી સરકારે ખેડૂતો પર લાઠીઓ વરસાવી, કેજરીવાલ ખેડૂતોના કરશે વધામણા, ધરણા સ્થળ પર આવી સગવડો આપશે

Pravin Makwana

ગુજરાતમાં કોરોનાએ તોડ્યો રેકોર્ડ: આજે પ્રથમવાર પોઝિટિવ કેસનો આંક 1600ને પાર, 16 દર્દીના મોત

Ankita Trada

ખુશખબરી/ આજે ફરી એક વાર સસ્તુ થયું સોનુ, ફટાફટ જાણી લો ભાવ, 8000 સુધીનો થશે ફાયદો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!