આમતો શિક્ષકોનું કામ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું છે. પરંતુ તમે ક્યારેય શિક્ષકોને ભણતા જોયા છે ? તો ડીસામાં અત્યારે એક સાથે અસંખ્ય શિક્ષકો એક ક્લાસરૂમમાં બેસીને શિક્ષણ મેળવી રહ્યા છે. તો હવે શિક્ષકોને શા માટે શિક્ષણ મેળવવું પડી રહ્યું છે.
ડીસામાં શિક્ષકો જ વર્ગખંડમાં શિક્ષણ લેતા નજરે પડ્યા હતા. શિક્ષણ મેળવી રહેલા તમામ લોકો માધ્યમિક વિભાગના શિક્ષકો છે. સી.બી.એસ.સી. અભ્યાસક્રમના વધતા જતા ક્રેઝને પગલે ભારત સરકારે હવે માધ્યમિક વિભાગથી એન.સી.ઈ.આર.ટી. અભ્યાસક્રમ લાગુ પાડ્યો છે.

આ અભ્યાસક્રમની ખાસિયત એ છે કે હવેથી ધોરણ ૯માં અભ્યાસ કરતા આખા ભારતના વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્રમ સમાન રહેશે. ભાષાનું માધ્યમ બદલાશે પરંતુ વિદ્યાર્થીઓનો સીલેબસ સમાન રહેશે. ત્યારે આ સત્રથી જ અમલી બની રહેલા આ અભ્યાસક્રમને લઇ શિક્ષકો પણ વિદ્યાર્થીઓને સરળતાથી ભણાવી શકે તે માટે અત્યારે ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.
એન.સી.ઈ.આર.ટી.નો અભ્યાસક્રમ અમલી બનતા વિદ્યાર્થીઓને હવે આંતરરાજ્ય અભ્યાસ કરવામાં સહેલો બની રહેશે. કારણ કે અત્યાર સુધી વિદ્યાર્થીઓ રાજ્ય બહાર ભણવા જતા ત્યારે ત્યાxના અભ્યાસ ક્રમ સાથે સેટ થતા ન હતા. અને તેની પરિણામ પર અસર પડતી હતી. ત્યારે આ અભ્યાસક્રમ અમલી બનતા હવે વિદ્યાર્થી રાજ્ય બહાર પણ ભણવા જશે તો તેઓને ભણવામાં સરળતા રહેશે.