GSTV

ડ્રગ્સ કેસ / બે કલાક સુધી ચાલી અનન્યા પાંડેની NCB સાથેની પૂછપરછ, આવતીકાલે સવારે ફરીથી બોલાવવામાં આવી

અનન્યા

Last Updated on October 21, 2021 by Zainul Ansari

મુંબઈ ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે સાથેની NCBની પૂછપરછ ખતમ થઈ ગઈ છે. અભિનેત્રીનું નામ આર્યન ખાનની ચેટમાં સામે આવ્યું છે. NCBના સમન મળ્યા પછી અનન્યા પાંડે પિતા ચંકી પાંડે સાથે NCBની ઓફિસમાં નિવેદન નોંધાવવા પહોંચી હતી. અનન્યાની પૂછપરછ હજી પૂરી નથી થઈ, તેને ફરી પૂછપરછ માટે 22 ઓક્ટોબરે સવારે 11 વાગે બોલાવવામાં આવી છે.

શું અનન્યાએ કરી હતી આર્યન સાથે ડ્રગ્સ ચેટ?

અનન્યા પાંડેનું નામ સામે આવવું આ કેસમાં એક મોટુ સેટબેક છે. અનન્યાને આર્યન ખાનના ડ્રગ્સ કેસને લઇને સવાલ કરવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આર્યન ખાનના વ્હાઇટ એપ ડ્રગ્સ ચેટમાં અનન્યા પાંડેનું નામ સામે આવ્યું છે. તેની પહેલા પણ ખબર સામે આવી હતી કે એક ઉભરતી બોલીવુડ એક્ટ્રેસ સાથે આર્યન ખાનની ડ્રગ્સ ચેટ થઇ થઇ હતી. હવે જ્યારે એનસીબીએ અનન્યા પાંડેને સમન પાઠવ્યુ છે તેથી તેવુ માનવામાં આવી રહ્યું છે કે આર્યને અનન્યા સાથે જ ડ્રગ્સ ચેટ કરી હતી.

આર્યન ખાનની જ્યુડિશિયલ કસ્ટડી 30 ઓક્ટોબર સુધી વધી

ડ્રગ્સ કેસના મામલામાં શાહરુખ ખાનના પુત્ર આર્યનખાનની મુશ્કેલીઓ વધી રહી છે. આ મામલે કોર્ટે આર્યનખાન સહિત આઠ આરોપીઓની ન્યાયિક હિરાસત 30 ઓક્ટોબર સુધી વધારી છે. એનસીબીના અધિકારીઓ ગુરૂવારે બપોરે અભિનેતા શાહરૂખ ખાનના ઘરે પહોંચ્યા હતા. આર્યન ખાનની ધરપકડ થઈ ત્યારથી એનસીબી મન્નત બંગલોમાં જઈને તલાશી લેશે તેવી અટકળો થઈ રહી હતી. જોકે સમીર વાનખેડેએ સ્પષ્ટ કર્યું હતું કે આ કોઈ દરોડા નહતા, પરંતુ આર્યન ખાન સંબંધિત લિગલ કાગળિયા કાર્યવાહી હતી.

આર્યનને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યો હતો શાહરૂખ

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન હાલમાં મુંબઇ ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં ફસાયો છે. ત્યારે આ કેસમાં તમને જણાવી દઇએ કે, 20 ઓક્ટોબરના આર્યનની જામીનની અરજીને મુંબઇની સેશન્સ કોર્ટે ખારીજ કરી દીધી છે. ત્યાર બાદ આર્યનને એક વાર ફરી જેલમાં જ રહેવાનો વારો આવ્યો છે. માહિતી એવી સામે આવી રહી છે કે આર્યનને જામીન ન મળવા પર આર્યન ઉદાસ થઇ ગયો અને કોઇની પણ સાથે તે જેલમાં વાતચીત નથી કરી રહ્યો. ત્યારે હવે ખુદ શાહરૂખ પોતાના પુત્રને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનની જામીન અરજી પર ગત રોજ ફેંસલો આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૃખ ખાનના દીકરા આર્યન અને તેના સાથીદારો અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચાની જામીન અરજી કોર્ટે નકારી દીધી હતી. વધુ એક વખત અરજી નકારી દેતા હવે આર્યનની દીવાળી જેલમાં પસાર થાય એવી શક્યતા ઉભી થઈ છે.

Read Also

Related posts

આરોગ્ય/ સવારે ઉઠતા વેંત ચા પીવાની છે આદત? આ નુકસાન જાણશો તો તરત જ છોડી દેશો આદત

Bansari

50 હજાર રૂપિયામાં શરુ કરો આ બિઝનેસ, 5 લાખ સુધી થશે કમાણી; સરકાર આપશે 40% સબસિડી

Damini Patel

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!