GSTV

બૉલીવુડમાં ડ્રગ્સનો વેપલો: ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહરની થશે પૂછપરછ, એનસીબીએ મોકલ્યું સમન

Last Updated on December 18, 2020 by pratik shah

બોલીવુડમાં ડ્રગ કનેક્શન મામલે એનસીબીએ ફિલ્મ નિર્માતા કરણ જોહરને સમન મોકલ્યું છે. NCBનું કહેવું છે કે, કરણ જોહર કોઈ કેસમાં સંદિગ્ધ નથી પરંતું ડ્રગ સાથે જોડાયેલા કેસમાં તેમની પાસેથી કંઈક જાણકારી મેળવવાની છે.

એનસીબી

એનસીબીના સુત્રો પ્રમાણે કરણ જોહરે પોતાને NCB સામે હાજર થવાની જરૂર નથી તેઓ પોતાના કોઈ પ્રતિનિધિને પણ મોકલી શકે છે. કરણ જોહર પાસે તે ઈલેક્ટ્રોનિક ઉપકરણોની પણ વિગત આપવા માટે કહેવામાં આવ્યું છે જેનો ઉપયોગ જુલાઈમાં તેમના ઘરે આયોજીત પાર્ટીને શૂટ કરવા માટે લેવામાં આવ્યો હતો.

કરણ જોહરને એનસીબીનું તેડું

કરણ જોહરને બુધવારે સમન મોકલવામાં આવ્યું છે. તેમને 2019ની પાર્ટી સાથે જોડાયેલા તમામ રેકોર્ડ આપવા પડશે. જેમ કે પાર્ટીમાં કોણ-કોણ સામેલ હતું. કયાં કેમેરાથી શૂટિંગ થયું. શું કોઈ નિમંત્રણ કાર્ડ મોકલવામાં આવ્યું હતું. આ તમામ જાણકારી શુક્રવાર સુધીમાં પહોંચાડવા માટે કહેવામાં આવ્યું છે.

બૉલીવુડ ડ્રગ કનેક્શનમાં કરણ જોહરનું નામ

ઉલ્લેખનિય છે કે, બોલીવુડનું ડ્રગ કનેક્શન સામે આવ્યા બાદ કરણ જોહરની મુશ્કેલી વધતી જોવા મળી હતી. કરણ જોહરના ઘરે આયોજિત થયેલી એક પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોને NCBએ યોગ્ય ગણાવ્યો હતો.

એક વીડિયોથી સામે આવ્યું ડ્રગ કનેક્શન

જણાવવામાં આવી રહ્યું છે કે, કરણ જોહરે આ વીડિયો શૂટ કર્યો હતો અને આ વીડિયોમાં મલાઈકા અરોડા, રણબીર કપુર, વિક્કી કૌશલ, વરૂણ ધવન, શકુન બત્રા, જોયા અખ્તર, અર્જુન રામપાલ, અયાન મુખર્જી, દીપીકા પાદુકોણ અને કાર્તિક આર્યન જેવા બોલીવુડના મોટા સ્ટાર્સ સામેલ હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari

થઇ ગઇ મોટી ભવિષ્યવાણી! ભારતનો આ ધાકડ બોલર મચાવશે તરખાટ, બનાવશે 1000 ટેસ્ટ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!