GSTV

ડ્રગ કેસ : મુંબઈના ઘણા વિસ્તારોમાં NCBની રેડ, કરાઈ આટલા લોકોની ધરપકડ

NCB

ડ્રગ કેસમાં નાર્કોટેક્સ કંટ્રોલ બ્યુરોએ આજે મુંબઈની ઘણીં જગ્યાઓ પર રેડ કરી. કાલે જ NCBએ મહારાષ્ટ્ર સરકારમાં નેતા નવાબ મલીકના જમાઈ સમીર ખાનની ધરપકડ કરી હતી આ ધરપકડ પછીથી જ NCBની ટીમ મુંબઈના અલગ-અલગ વિસ્તારમાં રેડ કરી રહી છે .

સમીર ખાનની ડ્રગ લિંક શોધ

સમીર ખાનને બુધવારે NCBએ પૂછપરછ માટે બોલાવ્યો હતો. પૂછપરછ પછી સમીરની ધરપકડ કરી લેવામાં આવી. સમીરની પૂછપરછમાં ખુલાસા પછી NCBએ ઉત્તર પ્રદેશના રામપુરમાં રેડ કરી. સમીર ખાનની ડ્રગ લિંક શોધવા જઈ રહ્યાં છે હવે ડ્રગના કિંગપિન સાથે સંબંધ રાખવાની શંકા છે.

ચાર લોકોની ધરપકડ

NCBએ મુંબઈના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે મુજબ, ખારમાં કરણ સજનાનીના ઘરે ગાંજાની ખેપ મળી છે. કરણ સજનાની, રાહિલા ફર્નીચરવાલા, શાઇસ્તા ફર્નીચરવાલા અને રામકુમાર તિવારીની એનડીપીએસ એક્ટ ની જોગવાઈ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા.

NCB મુંબઈના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું કે, તપાસ દરમિયાન બાંદ્રાના રહેવાસી સમીર ખાનનું નામ આવ્યું, ત્યાર પછી તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા અને ત્યાર પછી ધરપકડ કરવા આવી અને મુંબઈની ઘણી જગ્યાઓ પર NCB રેડ કરી રહી છે.

Also Read

Related posts

કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ

Mansi Patel

આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’

Ali Asgar Devjani

ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!