GSTV

મોટા સમાચાર/ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન બાદ ચંકી પાંડેની દિકરી ભરાઇ, અનન્યા પાંડેના ઘરે NCBના દરોડા

અનન્યા

Last Updated on October 21, 2021 by Zainul Ansari

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા છે. ડ્રગ્સ કેસની પૂછપરછ માટે એનસીબીના અધિકારીઓ અનન્યા પાંડેના ઘરે પહોંચ્યા હતા. અધિકારીઓએ અનન્યા પાંડેના ઘરની પણ તલાશી લીધી હતી. એવું માનવામાં આવે છે કે બોલીવુડ અભિનેત્રી જેના વિશે આર્યન ખાનની ડ્રગ્સ ચેટમાં સમાચાર આવ્યા હતા તે અનન્યા પાંડે હતી. જોકે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. હાલમાં, એનસીબીએ અનન્યા પાંડેને આજે 2 વાગ્યે ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલાવી છે.

રિપોર્ટસ અનુસાર, અનન્યા પાંડેની સાથે ડ્રગ્સ ચેટમાં આર્યન ખાનની બહેન સુહાના ખાનનું નામ પણ સામે આવ્યું છે. અનન્યા પાંડેના ઘરની તલાશી લીધા બાદ એનસીબીની એક ટીમ શાહરૂખ ખાનના ઘરે મન્નત પહોંચી, જ્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન માટે શાહરુખ ખાનના ઘરે પહોંચેલી એનસીબી ટીમના અધિકારીઓની ઘણી તસવીરો સામે આવી છે. એનસીબીની ટીમ આર્યન ખાનના ડ્રગ્સ કેસની ફાઈલો સાથે શાહરુખ ખાનના ઘરે પહોંચી છે.

શું અનન્યાએ કરી હતી આર્યન સાથે ડ્રગ્સ ચેટ?

અનન્યા પાંડેનું નામ સામે આવવું આ કેસમાં એક મોટુ સેટબેક છે. અનન્યાને આર્યન ખાનના ડ્રગ્સ કેસને લઇને સવાલ કરવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આર્યન ખાનના વ્હાઇટ એપ ડ્રગ્સ ચેટમાં અનન્યા પાંડેનું નામ સામે આવ્યું છે. તેની પહેલા પણ ખબર સામે આવી હતી કે એક ઉભરતી બોલીવુડ એક્ટ્રેસ સાથે આર્યન ખાનની ડ્રગ્સ ચેટ થઇ થઇ હતી. હવે જ્યારે એનસીબીએ અનન્યા પાંડેને સમન પાઠવ્યુ છે તેથી તેવુ માનવામાં આવી રહ્યું છે કે આર્યને અનન્યા સાથે જ ડ્રગ્સ ચેટ કરી હતી.

કિંગ ખાનના મન્નતમાં NCBની એન્ટ્રી

કિંગ ખાનનો દિકરો હાલ ડ્રગ્સ કેસમાં જેલના સળિયા પાછળ છે. ત્યારે આ વચ્ચે ચોંકાવનારા અહેવાલ આવ્યા છે કે શાહરુખ ખાનના ઘરે NCBના અધિકારીઓ પહોંચ્યા છે. આર્યન ખાનની ધરપકડ પછી તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે NCB મન્નતની તપાસ કરશે. હવે SRKના ઘર પર NCBની ટીમ પહોંચી ગઈ છે. અને દરોડા શરૂ કર્યા છે. મન્નતમાં NCBનું ઓપરેશન ચાલી રહ્યું છે.

આર્યનને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યો હતો શાહરૂખ

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન હાલમાં મુંબઇ ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં ફસાયો છે. ત્યારે આ કેસમાં તમને જણાવી દઇએ કે, 20 ઓક્ટોબરના આર્યનની જામીનની અરજીને મુંબઇની સેશન્સ કોર્ટે ખારીજ કરી દીધી છે. ત્યાર બાદ આર્યનને એક વાર ફરી જેલમાં જ રહેવાનો વારો આવ્યો છે. માહિતી એવી સામે આવી રહી છે કે આર્યનને જામીન ન મળવા પર આર્યન ઉદાસ થઇ ગયો અને કોઇની પણ સાથે તે જેલમાં વાતચીત નથી કરી રહ્યો. ત્યારે હવે ખુદ શાહરૂખ પોતાના પુત્રને મળવા આર્થર રોડ જેલ પહોંચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનની જામીન અરજી પર ગત રોજ ફેંસલો આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૃખ ખાનના દીકરા આર્યન અને તેના સાથીદારો અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચાની જામીન અરજી કોર્ટે નકારી દીધી હતી. વધુ એક વખત અરજી નકારી દેતા હવે આર્યનની દીવાળી જેલમાં પસાર થાય એવી શક્યતા ઉભી થઈ છે.

Read Also

Related posts

રશ્મિ દેસાઈ પર લાગ્યો Big Boss કન્ટેસ્ટન્ટને ‘ખોટી રીતે ટચ’ કરવાનો આરોપ, જાણો શું છે સત્ય

Pritesh Mehta

BIG BREAKING: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય

pratik shah

ખેડૂત આંદોલન/ કોંગ્રેસે સાધ્યું મોદી સરકાર પર નિશાન, સરકાર પાસે આઈબીથી લઈને દિલ્હી પોલીસ સુધીના દરેક પ્રકારના ડેટા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!