બોલિવૂડના એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસની તપાસ તો સીબીઆઈ કરી રહી છે પરંતુ રિયાએ કરેલા કેટલાક ખુલાસા બાદ આખો મામલો ડ્રગ્સની તપાસનો બની ગયો છે અને સ્થિતિ એ છે કે ડ્રગ્સના મામલે સમગ્ર બોલિવૂડમાં અત્યારે હાહાકાર મચી ગયો છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીમ અગાઉથી જ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીની ધરપકડ કરી ચૂકી છે. એનસીબીની તપાસ દરમિયાન હવે એવા સમાચાર આવ્યા છે કે એનસીબીને રિયાના ઘરમાંથી 1.5 કિલોગ્રામ ચરસ મળી આવ્યું છે. આ સંજોગોમાં રિયા અને તેના ભાઈની સમસ્યામાં વધારો થઈ શકે છે.
ગુનો સાબિત થાય તો રિયાને થઇ શકે છે 10 વર્ષની જેલ

આ મામલામાં ગુનો પુરવાર થાય તો રિયા તથા શૌવિક ચક્રવર્તીને કમસે કમ દસ વર્ષની અને દસથી 20 વર્ષની વચ્ચેની સજા થઈ શકે છે.એનસીબીની એક અધિકારીએ જણાવ્યું હતું કે સુશાંતના મોત સાથેના કેસની અમે તપાસ કરી રહ્યા નથી. સુશાંતના મોતની તપાસ સાથે અમારે કોઈ લેવા દેવા નથી. તે કેસ સીબીઆઈ હેન્ડલ કરી રહી છે. અમારો કેસ ડ્રગ્સનો છે. અમે આ મામલે ડ્રગ્સ નેટવર્ક શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ કેસમાં અત્યાર સુધીમાં 19 વ્યક્તિની ધરપકડ થઈ છે અને એ તમામ પાસેથી ડ્રગ્સ પકડાયું છે.
એનસીબી અધિકારીએ કર્યો આ દાવો

અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસમાં તમામ પાસેથી ડ્રગ્સ મળ્યું છે અને એ તમામ સામે એનડીપીએસ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમની ધરપકડ થઈ છે તે તમામ સામે ડ્રગ્સનું પેમેન્ટ કરવાનો કે આર્થિક મદદ કરવાનો આરોપ છે. શૌવિક ચક્રવર્તીએ તો ડ્રગ્સનો સંગ્રહ કર્યો હતો જેને કારણે તેનો ગુનો સાવ સામાન્ય માની શકાય નહીં. આ તમામ નાના નાના મહોરા છે અને એક મોટી ડ્રગ્સ સિન્ડીકેટના હિસ્સા છે.
તેમણે કહ્યું હતું કે આ સમગ્ર મામલામાં હજી તપાસ જારી છે અને આજ સુધી કોઇને ક્લીન ચીટ આપવામાં આવી નથી. એનસીબીની ટીમ આખા નેટવર્કને પકડી લેવાનો પ્રયાસ કરી રહી છે. અમે જે રીતે અમારા હાથ મજબૂત થાય તેમ કાર્યવાહી આગળ ધપાવી રહ્યા છીએ.
Read Also
- શર્મનાક/ ઓ બાપ રે…. નવજાત બાળકીને જન્મતાંની સાથે ગટરમાં ફેંકી દીધી, છતાં બચી ગયો જીવ
- અમદાવાદ/ ટેક્ષ નહી ભરનાર કરદાતાઓ વિરુદ્ધ તંત્ર એક્શનમાં, AMCએ શરૂ કરી સીલીંગ કાર્યવાહી
- જલ્દી કરો/ આ કારની ખરીદી પર મળી રહ્યું છે 80 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ, જાણો આખી ઓફર
- Beauty Tips : પાઉટ જેવું આ યોગાસન તમારી સુંદરતાને વધારે નિખારી દેશે
- ફાયદાનો સોદો/ રિટાયરમેન્ટ સેવિંગ માટે SBIનું નવુ મ્યુચ્યુઅલ ફંડ, મળશે ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ રિટર્ન