GSTV

ડ્રગ્સ કેસ: બોલિવૂડના ટૉપ હીરો પણ NCBના રડારમાં, S R અને A થી શરૂ થઈ રહ્યા છે નામો

એનસીબી

બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શન અંગે હાલમાં એનસીબી (NCB) દ્વારા તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં દિપીકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ થઈ ચૂકી છે. એનસીબીએ આ તમામને સમન્સ મોકલ્યા હતા. હિરોઇનોની તપાસ બાદ એનસીબીએ હવે બોલિવૂડના જાણીતા એ લિસ્ટર કલાકારોની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બોલિવૂડના ત્રણ મોટા એક્ટર એનસીબીના રડાર પર છે.

ડ્રગ્સ કેસમાં આ સુપરસ્ટારના નામ આવ્યા

એનસીબી હાલમાં આ કલાકારો સામે પુરાવા એકત્રિત કરી રહી છે પરંતુ તેમના નામ જાહેર કર્યા નથી. જોકે સૂત્રોએ એમ કહ્યું હતું કે જે ત્રણ સુપર સ્ટારની તપાસ થનારી છે તેમના નામો S R અને A થી શરૂ થઈ રહ્યા છે.

ટૂંક સમયમાં એનસીબી જાહેર કરશે નામ

આ મામલામાં કયા મોટા કલાકારો સામેલ છે તે તો થોડા દિવસમાં ખબર પડી જશે પરંતુ એનસીબી હાલ પૂરતા તો કોઈ નામ આપતું નથી. 14મી જૂને સુશાંતસિંહ રાજપૂતે તેના બાંદ્રા ખાતેના નિવાસે આત્મ હત્યા કરી હતી. થોડા દિવસ બાદ બહાર આવ્યું હતું કે આ આત્મ હત્યા નથી પરંતુ હત્યા છે અને મહિનાઓ સુધી આ મામલે વિવાદ જારી રહ્યો છે.

સુશાંતની ગર્લફ્રેન્ડ અન એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને આ કેસમાં આરોપી તરીકે ગણવામાં આવી રહી છે. તેની ધરપકડ થયા બાદ આ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો અને તેને કારણે જ સીબીઆઈ અને ઇડી બાદ હવે નાર્કોટિક્સ બ્યૂરો આ મામલે ડ્રગ્સ એંગલથી તપાસ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં રકુલપ્રિત, દિપીકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ થઈ ચૂકી છે.

Read Also

Related posts

Fact Check : શું રૂપિયા 5, 10 અને 100ની નોટો બંધ થઇ જશે! જાણો શું છે હકીકત

Pravin Makwana

56 ઈંચની છાતીવાળા પાસે ચીન માટે બોલવા એક શબ્દ નથી, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો

Karan

વાસ્તુ શાસ્ત્ર/ આ વસ્તુઓને જમીન પર રાખવી મનાય છે અશુભ, તમારા જીવનમાં આવી શકે છે મોટી મુશ્કેલીઓ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!