દેશમાં કેન્દ્રીય એજન્સીઓએ ડ્રગ્સની હેરાફેરી કરનારા સામે આકરું વલણ અપનાવ્યું છે અને વિવિધ એજન્સીઓએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ જ શ્રેણીમાં NCBએ હેરોઈનની હેરાફેરીનું દેશવ્યાપી નેટવર્ક ખૂલ્લું પાડતા નવ લોકોની ધરપકડ કરી હતી અને રૂ. ૫૦૦ કરોડના મૂલ્યનું ૩૫ કિલો હેરોઈન જપ્ત કર્યું છે. બીજીબાજુ કસ્ટમે યુગાન્ડાની બે મહિલા પાસેથી રૂ. ૨૮ કરોડનું કોકેઈન પકડયું છે .

નવ લોકોની ધરપકડ કરી
NCBએ શનિવારે જણાવ્યું હતું કે, તેમણે હેરોઈનની હેરાફેરીનું દેશવ્યાપી નેટવર્ક ખૂલ્લું પાડતાં નવ લોકોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ૩૫ કિલોનું હેરોઈન પકડી પાડયું છે. કેન્દ્રીય એજન્સીએ બેંગ્લુરુમાં ઝિમ્બાબ્વેથી આવેલી બે મહિલા પ્રવાસીઓને આંતરીને તેમની પાસેથી હાઈગ્રેડનું ૭ કિલો હેરોઈન પકડયું હતું.
NCBના અધિકારીઓએ વિદેશીઓની કરી ધરપકડ
તેમની પૂછપરછ કરતાં NCBના અધિકારીઓએ હેરોઈનની હેરાફેરીનું દેશવ્યાપી નેટવર્ક ચલાવનારા મુખ્ય કાવતરાંખોર એક નાઈજિરિયન અને અન્ય ઓપરેટિવ્સની દિલ્હી તથા મધ્ય પ્રદેશના ઈટારસીમાંથી ધરપકડ કરી હતી.NCBના જણાવ્યા મુજબ તપાસમાં જાણવા મળ્યું છે કે સમાન ખેપવાળી અન્ય ત્રણ મહિલા પ્રવાસી રાજધાની એક્સપ્રેસમાં બેંગ્લુરુથી દિલ્હી રવાના થઈ હતી. આ મહિલાઓ ઈટારસી ઉતરી ગઈ હતી. જોકે, ઈન્દોર ઝોનલ ટીમે ત્રણ સમાન ટ્રોલી બેગમાંથી વધુ ૨૧ કિલો હેરોઈન જપ્ત કર્યું હતું અને એક લોજમાંથી ત્રણ મહિલાઓની ધરપકડ કરી હતી.

આ ઓપરેશનમાં NCBના અધિકારીઓએ ૩૪.૮૯ કિલોનું હાઈ-ગ્રેડનું હેરોઈન જપ્ત કર્યું હતું, જેનું બજાર મૂલ્ય અંદાજે રૂ. ૫૦૦ કરોડ જેટલું થાય છે. આ ઓપરેશનમાં પકડાયેલા નવ લોકોમાંથી મુખ્ય કાવતરાંખોર નાઈજિરિયન નાગરિક હતો અને બાકીના બધા ભારતીયો હતા. વધુમાં આ ઓપરેશનમાં રૂ. ૫.૮ લાખની રોકડ પણ જપ્ત કરાઈ હતી.
યુગાન્ડાની બે મહિલાઓની ધરપકડ કરી હતી
દરમિયાન દિલ્હીમાં ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રવિવારે કસ્ટમ વિભાગે બે અલગ અલગ કેસમાં રૂ. ૨૮ કરોડના મૂલ્યના કોકેઈન સાથે યુગાન્ડાની બે મહિલાઓની ધરપકડ કરી હતી. આ બંને મહિલા રવિવારે એક જ ફ્લાઈટમાં અદિસ અબાબાથી દિલ્હી આવી હતી. તેઓ કોકેઈન ભરેલી ગોળીઓ ગળી ગઈ હતી. આ બંને પ્રવાસીઓને કસ્ટમ વિભાગે આંતર્યા હતા. પહેલા કિસ્સામાં મહિલા પ્રવાસીએ સ્વૈચ્છિક રીતે કસ્ટમ વિભાગના અધિકારીઓ સમક્ષ તેના પેટમાં કોકેઈનની ગોળીઓ હોવાનું કબૂલ્યું હતું. ત્યાર પછી તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં તેના પેટમાંથી ૮૧ કેપ્સ્યુલ રિકવર કરાઈ હતી. ૮૯૨ ગ્રામના આ કોકેઈનનું મૂલ્ય રૂ. ૧૩.૬ કરોડ છે.અન્ય એક કેસમાં કસ્ટમ વિભાગે એક મહિલાને આંતરી હતી અને તેના પેટમાંથી કોકેઈન ભરેલી ૮૦ કેપ્સ્યુલ રીકવર કરાઈ હતી. ૯૫૭ ગ્રામની આ કોકેઈનનું મૂલ્ય રૂ. ૧૪.૩૫ કરોડ છે. આમ, કસ્ટમ વિભાગે બે કેસમાં રૂ. ૨૭.૯૫ કરોડના મૂલ્યનું ૧.૮ કિલો કોકેઈન જપ્ત કર્યું હતું.
READ ALSO
- કોમેડી ક્વિન ભારતીસિંહે આપ્યું DID super moms માટે ઓડિશન, જમીન પર સૂઈને નાગિન ડાન્સ કર્યા પછી… જોઈ લો વીડિયો
- સામે આવી ઉડવાવાળી હોટેલની ડિઝાઈન, લેન્ડ કર્યા વિના મહિના સુધી હવામાં ભરશે ઉડાન! આ પ્રકારની હશે સુવિધા
- Startup Worldમાં પ્રથમવાર ભારતના આ પાંચ શહેરોનો સમાવેશ, ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે દિલ્હી-મુંબઈથી પણ આ સીટી આગળ
- વાસ્તુ ટિપ્સ/ કંગાળ કરી નાંખે છે ઘરમાં મુકેલી આ 5 વસ્તુઓ, આજે જ કાઢીને ફેંકી દો બહાર
- વજન ઘટાડી પાતળી કમરના માલિક બનવું હોય તો આ શાકભાજી ખાવાનું ચાલુ કરી દો, બસ જાણી લો ખાવાનો યોગ્ય પ્રકાર