GSTV

NCB ગેસ્ટ હાઉસ પહોંચી દીપિકા પાદુકોણ, ડ્રગ્સ કેસમાં પૂછપરછ શરૂ

બોલિવૂડ ડ્રગ્સ કેસમાં નામ સામે આવ્યા બાદ અભિનેત્રી દીપિકા પાદુકોણની એનસીબી દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે.  દીપિકા પુછપરછ માટે એનીસીબીની ઓફિસ પહોંચી. જ્યા તેની ડ્રગ્સ ચેટ અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી.  રિયા અને શોવિકના ડ્રગ્સ ચેટ સામે આવ્યા બાદ બોલિવૂડના કેટલાક સ્ટાર્સના નામ ધીમે-ધીમે સામે આવી રહ્યા છે.

  • મુંબઈઃ એનસીબી ગેસ્ટ હાઉસમાં દીપિકા પાદુકોણની પૂછપરછ
  • ડ્રગ્સ કેસમાં દીપિકાને એનસીબીએ પાઠવ્યું હતુ સમન
  • એનસીબી દ્વારા દીપિકા પાદુકોણની પૂછપરછ

ત્યારે ડ્રગ્સ કેસમાં  તપાસ દરમ્યાન DNSKનું નામ સામે આવ્યુ છે. જેમા D  એટલે દીપિકા પાદુકોણ, N એટલે નમ્રતા શિરોડકર, S એટલે શ્રદ્ધા કપુર, K એટલે કરિશ્મા થાય છે.  આ તમામ નામમાં સૌથી ચોકાવનારું નામ દીપિકા પાદુકોણનું છે.  ત્યારે દીપિકા અને જયા સાહાની કંપનીની મેનેજર કરિશ્મા સાથે દીપિકાની ચેટ સામે આવી છે. 

સમગ્ર ઘટના સામે આવ્યા બાદ એનસીબીએ જયા સાહા, અને તેની કંપનીની મેનેજર કરિશ્મા અને સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીને પુછપરછ માટે બોલાવ્યા છે.

Read Also

Related posts

આવનાર જોખમોને લઈને AIIMSના ડાયરેક્ટરે આપી ચેતવણી, શિયાળામાં વધી શકે છે કોરોનાની ઝડપ

pratik shah

IPL 2020/ મનીષ પાંડેની ધમાકેદાર ઈનિંગ્સે હૈદરાબાદને પહોંચાડ્યું નં. 5 પર, RRને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

Mirzapur 2: ફેન્સ માટે આવી ખુશખબરી, સમય કરતા પહેલા રિલીઝ થઈ વેબસિરીઝ મિર્ઝાપુર-2

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!