GSTV

બોલીવુડ ડ્રગ્સ કનેક્શન: ફેમસ કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ફ્લેટ પર NCBના દરોડા, ડ્રગ્સ લેવાનો છે આરોપ

ncb

Last Updated on November 21, 2020 by Bansari

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ મામલે તપાસ ઘણી લાંબી ચાલી રહી છે અને હવે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોનો (NCB)દરોડા ‘ધ કપિલ શર્મા શૉ’ની કૉમેડિયન ભારતી સિંહના ઘરે પડ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલીવિડ સાથે સંબંધિત ડ્રગ્સના અનેક કેસમાં અત્યાર સુધી ચોંકાવનારા નામ સામે આવ્યા છે અને તેમાં હવે નવુ નામ સામેલ થયુ છે કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાનું.NCBના સુત્રોના જણાવ્યા અનુસાર પતિ-પત્ની બંને ઉપર ડ્રગ્સ લેવાનો આરોપ છે. ડ્રગ્સ પેડલર્સ પાસેથી મળેલી ગુપ્ત માહિતી બાદ ટીવી એક્ટ્રેસ અને કોમેડિયનના ફ્લેટ પર NCBએ રેડ પાડી છે.

NCBની ટીમ ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના ફ્લેટ પર પહોંચી

ન્યૂઝ એજન્સી એએનઆઇએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મુંબઇમાં કોમેડિયન ભારતી સિંહના ઘરે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના દરોડા પડ્યા છે. ડ્રગ્સ સાથે સંબંધિત મામલે તપાસ કરવા હવે NCBની ટીમ ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના ફ્લેટ પર પહોંચી છે.ભારતી અને હર્ષ લિંબાચીયાના નિવાસે દરોડા પાડવાની સાથે એનસીબીએ ત્રણ અલગ અલગ સ્થળે અંધેરી, લોખંડવાલા અને વરસોવામાં પણ દરોડા પાડ્યા હતા.

ncb

આ રીતે સામે આવ્યા ભારતી અને હર્ષના નામ

સૂત્રોના જણાવ્યા મુજબ એક પેડલરે તેની પૂછપરછ દરમિયાન ભારતી અને હર્ષ લિંબાચીયાના નામ લીધા હતા જેને પગલે એનસીબીએ દરોડા હાથ ધર્યા હતા. તેમના ઘરમાંથી ગાંજો મળી આવ્યો હતો.ભારતીસિંહ તેના કપિલ શર્મા શોને કારણે ખૂબ લોકપ્રિય છે. તેણે ઝલક દિખલા જા, નચ બલિયે સહિત અન્ય કેટલાક શોમાં પણ પરફોર્મ કરેલું છે. 2017ની ત્રીજી ડિસેમ્બરે ભારતીએ ગુજરાતી યુવાન હર્ષ સાથે લગ્ન કર્યા હતા. હાલમાં આ કપલ સોની ટીવી પર ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શો હોસ્ટ કરે છે.

જણાવી દઇએ કે બોલીવુડમાં ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી અનેક સેલેબ્રિટીઝના નામ સામે આવી ચુક્યા છે. જેમાં સુશાંત સિંહ રાજપુતની ગર્લફ્રેન્ડ રહેલી એક્ટ્રેસ રિયા ચક્રવર્તીથી લઇને દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ જેવા નામ આવ્યા બાદ અત્યાર સુધી આ સિલસિલો યથાવત છે.

Read Also

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari

આકાશી આફત / ભારે વરસાદ મહારાષ્ટ્રમાં આફત બની, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 લોકોના મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!