GSTV

NCB ના સર્ચ ઓપરેશનમા બોલિવૂડને ડ્રગ પુરૂ પાડનારા પેડલર રાહિલ વિશ્રામની ધરપકડ

Last Updated on September 18, 2020 by

અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાને બોલિવૂડમાં ચાલી રહેલા ડ્રગના દાનવને પણ ખુલ્લો પાડવા માંડ્યો હતો. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની આગેવાની હેઠલ બ્યૂરોની ટીમે ગુરૂવારે શરૂ કરેલું સર્ચ ઓપરેશન શુક્રવારની સવાર સુધી ચાલ્યું હતું. આ સર્ચ ઓપરેશનમા બોલિવૂડને વિવિધ ડ્રગ પૂરી પાડનારા એક પેડલર રાહિલ વિશ્રામને ઝડપી લેવામાં આવ્યો હતો. રાહિલ બોલિવૂડ સાથે સંકળાયેલો છે અને એ કલાકારોને ગાંજો પૂરો પાડતો હતો. એનસીબી આખી ડ્રગ ચેનને ખુલ્લી પાડવા અને ડ્રગ પેડલર્સને સજા કરવા કટિબદ્ધ છે. ગુરૂવારે બ્યૂરોની ટીમે મુંબઇના પવઇ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને ત્રણેક વ્યક્તિને ઝડપી લીધી હતી. એ સાથે 500 કિલોગ્રામ ડ્રગ જપ્ત કરવામાં આવ્યું હતું. આ ડ્રગ ગ્રામ દીઠ છથી આઠ હજાર રૂપિયે બોલિવૂડમાં વેચાતું હતું.

રાહિલ ચેતી જાય એ પહેલાં બ્યૂરોએ એને ઝડપી લીધો

અભિનેત્રી રિયા ચક્રવર્તી જે કેસમાં ફસાઇ છે એની તપાસ કરતાં સમીર વાનખેડે અને એમની ટીમને રાહિલની વિગતો મળી અને રાહિલ ચેતી જાય એ પહેલાં બ્યૂરોએ એને ઝડપી લીધો. એની પાસેથી મળેલી વિગતોના આધારે અન્યોની ધરપકડ કરાઇ. રાહિલના વરસોવા ખાતેના ઘરેથી પણ ગાંજાનો ઘણો જથ્થો મળ્યો. આ ગાંજો હિમાચલ પ્રદેશના મનાના ક્રીમ તરીકે ઓળખાય છે. એ ઉચ્ચ ગુણવત્તા ધરાવતો ગાંજો છે.

રાહિલના ઘરેથી રોકડા સાડા ચાર લાખ રૂપિયા પણ કબજે કરાયા

રાહિલના ઘરેથી રોકડા સાડા ચાર લાખ રૂપિયા પણ કબજે કરાયા હતા. રાહિલના ઘરેથી મળેલો એક કિલો ગાંજાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ત્રણથી ચાર કરોડ રૂપિયા થવા જાય છે. આ એક ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ડ્રગ છે. રાહિલે પોતે તો માત્ર કેરિયર હોવાનું અને આ વ્યવસાય પોતાના બોસના ઇશારે ચાલતો હોવાનો દાવો કર્યો હતો. એણે આપેલી માહિતીના આધારે એનસીબી કામ કરી રહી હતી. રાહિલના નાનાભાઇ અનુજ કેસવાની અને કૈઝાનને શૌવિક ચક્રવર્તી સાથે સીધો સંબંધ હોવાનું એસીબીને જાણવા મળ્યું હતું. રાહિલનો બોલિવૂડ સાથે સીધો સંપર્ક હોવાથી બોલિવૂડની અન્ય સેલેબ્રિટીઝ પણ એનસીબીની જાળમાં ફસાવાની શક્યતા નકારી કઢાય નહીં. ઉપરાંત તલવાર અટક ધરાવતા એક પેડલરની પણ એનસીબીને તલાશ હતી.

READ ALSO

Related posts

ખેડૂતો માટે ખુશખબર: આવતીકાલથી ખાતામાં આવવાના શરૂ થઈ જશે સરકારના રૂપિયા, ફટાફટ આ કામ પતાવી લેજો

Pravin Makwana

ખેલાડીઓને બખ્ખાં: ટી 20 સીરિઝમાં ભારતને હરાવવાનું ઈનામ મળ્યું, આ દેશ દરેક ખેલાડીને રોકડા રૂપિયા આપી કરશે માલામાલ

Pravin Makwana

સેબીએ મ્યુચલ ફંડ રોકાણકારોને આપી રાહત, હવે થોડી જ મિનિટમાં ઉપાડી શકશો નાણાં, જાણો પુરી ડીટેલ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!