GSTV

ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરની મુંબઇ NCBએ કરી ધરપકડ, ચરસ કેસના તાર અંડરવર્લ્ડ સુધી જોડાયા

Last Updated on June 23, 2021 by Zainul Ansari

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરની મુંબઇ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબી દ્વારા બુધવારે ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં પ્રોડક્શન વોરંટ ઉપર ઇકબાલ કાસકરની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં જ એનસીબીએ ચરસના બે કંસાઇનમેન્ટ પકડ્યા હતા. જેને પંજાબના લોકો કાશ્મીરથી મુંબઇ બાઇક પર લઇને આવ્યા હતા. આ કેસમાં લગભગ 25 કિલો ચરસ પકડવામાં આવ્યું હતું.

આ કેસમાં આગળની તપાસ દરમિયાન એનસીબીને તેમાં અંડરવર્લ્ડ સાથે તાર જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરની કસ્ટડી એનસીબીએ લીધી છે. ઇકબાલને થોડી વારમાં એનસીબીની ઓફિસે લઇ જવામાં આવશે. કેસની તપાસ દરમિયાન એનસીબીને ટેરર ફંડિંગ અને ડ્રગ્સની સપ્લાઇ માટે અંડરવર્લ્ડ સાથે જોડાયેલા સબૂત મળ્યા હતા.

જેના આધાર પર એનસીબીએ મુંબઇમાં અનેક જગ્યાઓ પર રેઇડ પાડી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ સાથેની પૂછપરછ અને ચરસની સપ્લાઇના કનેક્શન દાઉદ ઇબ્રાહીમના ભાઇ ઇકબાલ કાસકર સુધી પહોંચ્યા બાદ ઠાણે જેલમાં બંધ ઇકબાલ કાસકરની એનસીબી દ્વારા કસ્ટડી લેવામાં આવી છે.

Read Alos

Related posts

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana

તમારી આંખોની રોશની વધારવામાં કરશે મદદ આ 4 એક્સરસાઇઝ, આ સમસ્યાઓથી પણ અપાવશે છુટકારો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!