GSTV

છત્તીસગઢમાં અથડામણમાં CRPFનાં બે કમાન્ડો શહીદ, એક નક્સલી ઠાર

Last Updated on February 10, 2020 by Mansi Patel

છત્તીસગઢના બસ્તરમાં નક્સલીઓ સાથેની અથડામણ દરમિયાન સીઆરપીએફની કોબરા બટાલિયનના બે જવાન શહીદ થઈ ગયા છે જ્યારે અન્ય ચાર જવાન ઘાયલ થઈ ગયા છે. એન્કાઉન્ટર દરમિયાન એક નક્સલી પણ ઠાર થયો છે.

સીઆરપીએફના અધિકારીએ જણાવ્યું કે બસ્તર ડિવિઝનના બીજાપુર અને સુકમા જિલ્લાની સરહદ પર સ્થિત ઈરાપલ્લી ગામમાં સોમવારે સવારે 10  વાગ્યે અથડામણ ત્યારે શરૂ થઈ હતી. જ્યારે સુરક્ષા દળ દ્વારા નક્સલીઓ વિરૂદ્ધ અભિયાન શરૂ કરાયું હતું.

આ જગ્યા રાયપુરથી લગભગ 400 કિલોમીટર દૂર છે. માર્યા ગયેલા નક્સલી પાસેથી હથિયાર પણ મળી આવ્યાં છે. અધિકારીએ જણાવ્યું હજુ પણ નક્સલીઓ વિરૂદ્ધનું અભિયાન યથાવત છે. જ્યારે ઘાયલ જવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ભાંગતો સમાજ / 11 વર્ષની બાળાએ કોર્ટમાં કહ્યું, પિતા દારુ પીને મારે છે, મારે દાદી સાથે રહેવું છે

Pravin Makwana

સર્વિસથી અસંતોષ / કંટાળેલા ગ્રાહકે શોરૂમ બહાર જ ટુવ્હીલરને દઇ દીધી આગચંપી, ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!