GSTV
Home » News » ઝારખંડમાં વોટિંગ પહેલા નક્સલી હુમલો, ચાર પોલીસ જવાન શહીદ

ઝારખંડમાં વોટિંગ પહેલા નક્સલી હુમલો, ચાર પોલીસ જવાન શહીદ

શુક્રવારે રાત્રે ઝારખંડના લતેહારમાં નક્સલવાદી હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ આ હુમલામાં ત્રણ પોલીસ જવાનો શહીદ થયા છે. પોલીસ કર્મચારીની હાલત નાજુક છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર શુક્રવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે સશસ્ત્ર નક્સલીઓએ પોલીસ પાર્ટીના વાહન પર હુમલો કર્યો હતો. હુમલો થયો ત્યારે પોલીસ અધિકારીઓ કેનોપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સત્તાવાર વાહનથી જઇ રહ્યાં હતા.

અધિકારીઓએ જણાવ્યું કે નક્સલવાદીઓએ અચાનક જ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો. તેઓ આ હુમલા માટે બિલકુલ તૈયાર નહોતા. તેમણે કહ્યું કે શહીદ થયેલા ત્રણ પોલીસ જવાનોમાંથી એક સબ ઇન્સપેક્ટર રેન્કના અધિકારી છે. આ સિવાય બીજા એક પોલીસ જવાન પણ ઘાયલ થયા હતા.

શહીદ થયેલા પોલીસમાં એક એસઆઈ અને બે જવાન શામેલ છે. સબ ઇન્સ્પેક્ટરનું નામ સુકિયા ઉરાંવ છે. આ વર્ષે જૂનમાં નક્સલવાદીઓએ ઝારખંડના સરાયકેલા-ખરસાવાન જિલ્લામાં પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં ચાર પોલીસ જવાન શહીદ થયા છે. આ હુમલામાં હોમગાર્ડના કેટલાક જવાનો પણ ઘાયલ થયા છે.

READ ALSO

Related posts

ઈન્ડિયન આર્મી એક્શન મોડમાં : કાશ્મીરમાં 28 દિવસમાં છ મોટા સૈન્ય ઓપરેશન, 16 આતંકીઓ ઠાર

Mayur

પાકિસ્તાનમાં હિંદુ યુવતીનું લગ્ન મંડપમાંથી અપહરણ, મુસ્લિમ બનાવી લગ્ન કર્યા

Bansari

મહાભારત કાળના રહસ્ય પરથી ઉઠશે પડદો, યુપીના આ જિલ્લામાં મળ્યા 3800 વર્ષ જૂના પુરાવા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!