GSTV

‘ઠાકરે’નું પ્રથમ ગીત રીલીઝ, ગીતમાં જોવા મળ્યો નવાઝુદ્દીન સિદ્દીકીનો દમદાર લુક

Last Updated on January 12, 2019 by

શિવસેનાના દિવંગત નેતા બાલાસાહેબ ઠાકરે પર બનેલી ફિલ્મ ‘ઠાકરે’નુ ગીત ‘આયા રે આયા રે સબકા બાપ રે, કહેતે હૈ ઇસકો… ઠાકરે’ રીલીઝ થયુ છે. ગીતમાં બાલાસાહેબ ઠાકરેના રૂપમાં નવાઝુદ્દીન સિદ્દીકીનુ દમદાર રૂપ જોવા મળી રહ્યું છે. તેમણે ટ્વિટર પર આ ગીતનો વીડિયો પણ શેર કર્યો છે.

આ ગીતના માધ્યમથી બાલા સાહેબ ઠાકરેની જનતા સાથેની લોકપ્રિયતાને દર્શાવવામાં આવી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આ ગીતને રીલીઝ કર્યુ છે. મ્યૂઝિક રીલીઝ દરમ્યાન કાર્યક્રમ સ્થળ પર શિવાજી અને બાલાસાહેબ ઠાકરેનું વિશાળ ચિત્ર લગાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ શિવસેના સાંસદ સંજય રાઉતે લખી છે. એટલું જ નહીં, તેઓ પોતે આ ફિલ્મના નિર્માતા પણ છે.

અહીં જુઓ ફિલ્મનું ગીત

બીજીતરફ જો ફિલ્મની વાત કરીએ તો તેમાં જ્યાં બાલાસાહેબ ઠાકરેના રૂપમાં નવાઝુદ્દીન સિદ્દીકી પ્રતિત થઇ રહ્યાં છે, તો મીનાતાઈ ઠાકરે એટલેકે તેમની પત્નીના રોલમાં અમૃતા રાવ દેખાઇ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર દર્શકોની સામે પ્રથમ આવ્યું છે. આ ટ્રેલરને ઠાકરેનો ચાહક વર્ગ ઘણો પસંદ કરી રહ્યો છે.

‘ઠાકરે’ 25 જાન્યુઆરીએ હિન્દી અને મરાઠી એમ બંને ભાષાઓમાં રીલીઝ થશે. આ ફિલ્મની સાથે કોઈ બીજી ફિલ્મ રીલીઝ થતી નથી. આ ફિલ્મ બાલા સાહેબના જન્મ દિવસના શુભ અવસરે રીલીઝ થશે. મીડિયા રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્રમાં શિવસેનાના કાર્યકર્તાઓએ ધમકી આપી છે કે આ ફિલ્મની સાથે કોઈ પણ બીજી ફિલ્મને રીલીઝ થવા દઇશુ નહીં.

Related posts

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

કોરોનાના વધતા કેસોને લઇ કેન્દ્રની રાજ્યોની ચેતવણી, 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે

Damini Patel

કોરોના/ ટોક્યોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં ઉછાળો, અમેરિકામાં સતત બીજા દિવસે કેસનો આંકડો લાખ નજીક

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!