GSTV
Gujarat Government Advertisement

ભાઈ પર જાતિય સતામણીના આક્ષેપો સામે આખરે નવાઝુદ્દીન સિદ્દીકીએ તોડ્યું મૌન , કહ્યું- થેંક્યૂ પણ…

નવાઝુદ્દીન સિદ્દીકી

Last Updated on June 5, 2020 by Arohi

બોલિવૂડનો એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી આજકાલ તેની ફિલ્મો કરતાં અન્ય કારણોસર વધારે ચર્ચામાં રહે છે. તેની પત્નીએ તેને તલાકની નોટિસ મોકલી હતી. આ ઉપરાંત તેની પત્નીએ સિદ્દીકી પરિવાર સામે ઘણા આક્ષેપો કર્યા હતા. તેવામાં થોડા દિવસ અગાઉ નવાઝુદ્દીન સિદ્દીકીની ભત્રીજીએ એવો આક્ષેપ કર્યો હતો કે નવાઝુદ્દીનના ભાઈ અને પોતાના કાકાએ મારી સાથે જાતિય સતામણી કરી હતી અને ગેરવર્તન કર્યું હતું.

સમગ્ર ઘટનામાં નવાઝુદ્દીન હજી સુધી મૌન રહ્યો

આ સમગ્ર ઘટનામાં નવાઝુદ્દીન હજી સુધી મૌન રહ્યો હતો. હવે તેણે મૌન તોડયું હતું પરંતુ તે ખાસ કોઈ જવાબ આપી શક્યો નથી અને એમ લાગે છે કે તે ખુદ જ પરિસ્થિતિને સમજી શકયો નથી. નવાઝુદ્દીનની ભત્રીજીએ તેના કાકા એટલે કે નવાઝુદ્દીનના ભાઈ પર જામિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે જેમાં તેણે જાતિય સતામણી સહિતના ઘણા આરોપો દાખલ કર્યા છે. તેણે એમ પણ કહ્યું છે કે મિનાઝુદ્દીનને તેના ભાઈ નવાઝુદ્દીન તરફથી સપોર્ટ મળી રહ્યો છે.

ચિંતા કરો છો તે બદલ આભાર

આ અંગે તેના રિએક્શન જાણવા માટે નવાઝુદ્દીનને પૂછવામાં આવતા પહેલા તો તેણે માત્ર એટલું જ કહ્યું કે હું કોઈ જવાબ આપવાના મૂડમાં નથી. ત્યાર બાદ તેણે ઉમેર્યું કે તમે મારી ચિંતા કરો છો તે બદલ આભાર પણ મારે આ અંગે કોઈ કમેન્ટ કરવી નથી. નવાઝના ભાઈએ તો આ મુદે ખુલાસો કરી નાખ્યો છે પરંતુ ખુદ નવાઝ આ મામલે મીડિયાથી બચતો રહે છે. મિનાઝુદ્દીને કહ્યું હતું કે આવા ખોટા સમાચાર મીડિયામાં ફેલાવવા બદલ તે વ્યક્તિનો ઇરાદો તો સ્પષ્ટ થઈ જાય છે પરંતુ સત્ય જલદીથી સામે  આવી જશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ પોલીસ લાઈન માંથી પકડાયો હેડ કોન્સ્ટેબલ તે પણ 150 વિદેશી દારૂના જથ્થા સાથે

Pritesh Mehta

આરોગ્ય વિભાગ એક્શનમાં: રોગચાળો અટકાવવા 421 એકમોમાં હાથ ધર્યું ચેકીંગ, 292ને નોટિસ

Pritesh Mehta

એનસીએલ એપ્રેન્ટિસ રિક્રૂટમેન્ટ 2021 / 1500 ખાલી જગ્યા માટે ભરતી, 10 પાસ અત્યારે જ કરે અરજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!