GSTV
India News ટોપ સ્ટોરી

વિવાદ/ આર્યન ખાન સહિત 6 કેસમાંથી સમીર વાનખેડેને હટાવી દીધા, નવાબ મલિક બોલ્યા- આ તો હજૂ શરૂઆત છે…

NCB મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને આર્યન ખાન સહિત 6 કેસની તપાસમાંથી હટાવ્યા પછી, NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું છે કે આવા કુલ 26 કેસ છે, જેની તપાસ કરવાની જરૂર છે. મલિકે ટ્વીટ કર્યું, ‘સમીર વાનખેડેને આર્યન ખાન કેસ સહિત 5 કેસમાંથી હટાવવામાં આવ્યા હતા. કુલ 26 કેસ છે, જેની તપાસ કરવાની જરૂર છે. આ તો માત્ર શરૂઆત છે… આ સિસ્ટમને સાફ કરવા માટે હજુ ઘણું કરવાની જરૂર છે અને અમે તે કરીશું.’

જણાવી દઈએ કે ડ્રગ્સના 6 કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. જોકે સમીર વાનખેડે NCB ઝોનલ ડાયરેક્ટર તરીકે ચાલુ રહેશે, પરંતુ તેમને આર્યન ખાન કેસ સહિત પાંચ કેસની તપાસમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ કેસ IPS સંજય સિંહની આગેવાની હેઠળની ટીમને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે નવાબ મલિક છેલ્લા કેટલાક સમયથી સતત સમીર વાનખેડેને નિશાન બનાવી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, “જ્યારથી સમીર વાનખેડે આ વિભાગમાં આવ્યા છે, ત્યારથી તે એક ખાનગી સેના લઈને આવ્યા છે, જેમાં મનીષ ભાનુશાલી, સેમ ડિસોઝા સહિત ઘણા લોકો છે. તેઓ ડ્રગ્સનો ધંધો પણ કરે છે, લોકોને પણ ફસાવે છે.

તેમણે કહ્યું કે, વાનખેડે દ્વારા કરોડો રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. 18 કરોડની ડીલ થઈ હોવાનું પ્રભાકર સીલ કહેતા સેમ ડિસોઝાએ હવે સ્વીકારી લીધું છે, હવે તે વાત સામે આવી છે. સેમ કહી રહ્યા છે કે NCB આમાં સામેલ નથી, અમે તસવીરો જોઈ છે કે કિરણ ગોસાવી વાનખેડેની પાછળ ઉભા છે. વાનખેડે દ્વારા સમગ્ર ખેલ રચાયો હતો. દરેક વખતે સત્યમેવ જયતે બોલવાથી ભાગી ન જવાય. આ કપટી રમત હવે ચાલશે નહીં.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં મહાભારત / શું એકનાથ શિંદે સામે હથિયાર હેઠા મુકવા તૈયાર છે ઉદ્ધવ ઠાકરે? આડકતરી રીતે આપી દીધી આ ઑફર

Karan

શિવસેના સામે બળવાખોરો કાનૂની રીતે લડી લેવાના મૂડમાં, જૂથને માન્યતા માટે હાઈકોર્ટનો આશરો લેવાની શિંદેની હિલચાલ

Binas Saiyed

આસામ પૂર/ આસામમાં પૂરથી 33 લાખ લોકો પ્રભાવિત, હજારો લોકો હાઇવે કિનારે તંબુ બનાવી રહેવા મજબુર

Damini Patel
GSTV