GSTV
India News Trending

મની લોન્ડરિંગ/ ઈડીનો ખુલાસો- નવાબ મલિક અને દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરે સાંઠગાંઠ કરી હતી

મહારાષ્ટ્રના એનસીપીના પ્રધાન નવાબ મલિક સામે ચાલી રહેલ મની લોન્ડરિંગ પ્રકરણની તપાસમાં ઈડીએ તાજેતરમાં ચોંકાવનારી સ્પષ્ટતા કરી હતી. ઈડી અનુસાર કુર્લામાં આવેલી ત્રણ એકરની મુનીરા પ્લમ્બરની માલિકી ધરાવતી ગોવાવાલા કમ્પાઉન્ડની જમીન હડપ કરવા નવાબ મલિક અને દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરે સાંઠગાંઠ કરી હતી.

ઈડી અનુસાર બે દાયકા પહેલાં નવાબ મલિકે આ જમીન હડપી લેવાના પ્રયાસો આદર્યા હતા અને તે માટે ભાગેડું ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકર સાથે નાણાકીય વહેવાર કર્યા હતા.

ઈડીએ વધુમાં સ્પષ્ટતા કરતા તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવાબ મલિકે હસીના પારકર સાથે સાંઠગાંઠ કરી એક સાથે અનેક કાનૂની દસ્તાવેજો બનાવી આ સોદાને વાસ્તવિકનો રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો. ઈડીની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ત્રણ એકરની આ જમીનનો પ્લોટ નવાબ મલિક સંચાલિત સોલીડસ ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ ગેરકાયદે પચાવી પાડયો હતો. આ માટે નવાબ મલિકે હસીના પારકર, સરદાર શાહવલી ખાન, સલીમ પટેલ (જેણે આ જમીનને ખોટી રીતે ટ્રાન્સફર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો)ની કથિત મદદ લીધી હતી.

નવાબ

આ જમીનને ભાડે આપીને ૧૧.૭૦ કરોડ રૃપિયાની રકમ પણ નવાબ મલિક સંચાલિત સોલિડસ ઈન્વેસ્ટમેન્ટ અને મલિક ઈન્ફ્રાસ્ટ્રકચરે રળી હતી.

આ સમગ્ર પ્રકરણે નવાબ મલિકને તેની ધરપકડ ગેરકાનૂની હોઈ બોમ્બે હાઈકોર્ટમાં કરેલી વચગાળાની અરજી હાઈકોર્ટે ફગાવી દેતા મલિકે સુપ્રીમ કોર્ટમાં ધા નાંખી હતી. જ્યાં મલિકના વકીલ કપિલ સિવલે એવી રજૂઆત કરી હતી કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ ૨૦૦૫માં અમલમાં આવ્યો હતો જ્યારે આ વહેવાર ૨૦૦૦ પહેલા થયો હતો.

Read Also

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન

Vushank Shukla
GSTV