GSTV
Home » News » નવસારીના પાંચ માછીમારોને આબુધાબીમાં બનાવાયા બંદી, દિવસોથી છે ભુખ્યા

નવસારીના પાંચ માછીમારોને આબુધાબીમાં બનાવાયા બંદી, દિવસોથી છે ભુખ્યા

નવસારીના મેંધરના પાંચ માછીમારો આબુધાબીની મીના ફિશ માર્કેટમાં ફસાયા છે. ધંધો બંધ થતાં ખર્ચેલા નાણાં વસુલ કરવા માટે આરબ વેપારીએ બાન રાખ્યા છે. આબુધાબીની મીના ફિશ માર્કેટમાં બોટમાં જ મેંધરના પાંચ માછીમારો એક બંદી જેવી હાલતમાં છે. પાંચે માછીમારોને દિવસો સુધી ખાવાનું મળતું નથી. મેંધરના પાંચ માછીમારોમાં દિનેશ અને મગન સગાભાઇઓ છે. મેંધરના વચલા ફળિયાનો એક, ભાટકૂવા ફળિયાના ચાર માછીમારો વિદેશમાં કમાવા ગયા હતા. નવસારી સાંસદે ભારતીય વિદેશ મંત્રાલય સાથે સંપર્ક કરી માછીમારોને છોડાવવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.

મેંધરના પાંચ માછીમારો

    1. રાજેષ કુમાર ગૌરીશંકર ટંડેલ

    2. રાજેશકુમાર કાંતિલાલ ટંડેલ

    3. ચંપકભાઇ કાનજીભાઇ ટંડેલ

    4. દિનેશકુમાર રામજીભાઇ ટંડેલ

 5. મગનભાઇ રામજીભાઇ ટંડેલ

READ ALSO

Related posts

કાશ્મીર ખીણમાં સક્રિય આતંકવાદીઓનું એક લિસ્ટ સામે આવ્યું, સેનાએ કરી આ તૈયારી

Mayur

ટ્રાફિક નિયમો : ગુજરાતીઓ પાસેથી 5,100 કરોડ ખંખેરવાનો સરકારનો આ છે માસ્ટરપ્લાન

Mayur

અમદાવાદ : ડૉક્યુમેન્ટ જલ્દી મેળવવા RTO બહાર સવારથી જ લોકોની લાંબી કતારો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!