GSTV
Gujarat Government Advertisement

નવસારીમાં વિધવા મહિલાએ હવસખોર તાંત્રિક વિરુદ્ધ શારીરિક શોષણ કર્યુ હોવાની કરી ફરિયાદ

Last Updated on November 11, 2020 by Mansi Patel

નવસારીના ગણદેવીની બે બહેન પર તાંત્રિકના દુષ્કર્મની ઘટનાની હજી શાહી સુકાઈ નથી ત્યારે નવસારી તાલુકાના રામલામોરા ગામે લોકોનાં દુઃખ દૂર કરવાના બહાને મહિલાઓને પોતાની વાતમાં ફસાવીને શારીરિક શોષણ કરનાર જયેશ બાપુનો ભાંડો ગણદેવીની ભોગ બનનારી વિધવા મહિલાએ તેની વિરુદ્ધ એસપીને ફરિયાદ કરી ફોડ્યો છે.

ગ્રામ્ય પોલીસે તરત એક્શનમાં આવીને ગત સાંજે જ જયેશ બાપુની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી તાલુકાના રામલામોરાના પોતાને ધર્મગુરુ જણાવી દુ:ખ દૂર કરવાના બહાને દુષ્કર્મ આચરી જો કોઈને આ વાત કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મહિલાએ ફરિયાદમાં એ પણ જણાવ્યું છે કે જયેશ બાપુ મહિલાને કહેતો હતો કે તારામાં ભૂત ભરાયું છે જેને બહાર કાઢવા વિધિ કરવી પડશે. જો તારે દુ:ખ દૂર કરવું હોય તો શારીરિક સંબંધ બાંધવા પડશે. તેવું જણાવી વિધવા મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યુ હતુ. જેમાં પીડીતાએ હિંમતભેર ફરિયાદ કરતા પોલીસે તાંત્રિક જયેશબાપુની ધરપકડ કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ-ડિઝલ ખરીદવા પર આપી રહ્યું છે ‘કેશબેક’, પેટ્રોલ પમ્પ પર આ રીતે મળશે ફાયદો

Damini Patel

Tokyo Olympic: ‘તૂ ઠાન લે, અબ જીત કો અંજામ દે’ ભારતનું ઓલમ્પિક થીમ સોંગ લોન્ચ થયું

Pravin Makwana

વેક્સીન ન લેનાર ધારાસભ્યોને આ રાજ્યની વિધાનસભામાં નહીં મળે એન્ટ્રી, સ્પીકરનું ફરમાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!