GSTV
Gujarat Government Advertisement

તાંત્રિક વિધિના બહાને બે બહેનોને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર પાખંડી તાંત્રિક મામલે થયો મોટો ખુલાસો

Last Updated on November 8, 2020 by

નવસારીના ગણદેવીમાં બે સગી બહેનોને તાંત્રિક વિધિ કરાવવાના બહાને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર પાખંડી તાંત્રિક વિષ્ણુ નાઈકનો વધુ ખુલાસો સામે આવ્યો છે. વિષ્ણ નાઈકે તરકટો રચીને અત્યાર સુધીમાં 14 લગ્નો કર્યા છે. જેમાંથી હાલ તેની સાથે બે પત્ની અને સાત સંતાનો રહે છે. જેઓ મહારાષ્ટ્રના નંદુરબારના લાખાપોર ગામે રહે છે. માથાભારે ઉપરાંત તાંત્રિકની છાપ ધરાવતા વિષ્ણુ સામે ગ્રામજનો એક હરફ ઉચ્ચારી શકતા નથી તેવી તેની દહેશત હોવાનું પણ જાણવા મળ્યું છે.

પરંતુ બંને પીડિતાના પિતાની ફરિયાદ બાદ પોલીસે વિષ્ણુ અને તેના બે ચેલા સુરેશ પટેલ અને અબ્દુલ રહીમ પઠાણની ધરપકડ કરીને તપાસ કાર્યવાહી કરી છે. પોલીસની પૂછપરછમાં વિષ્ણુએ ખુલાસો કર્યો કે તેણે અત્યાર સુધીમાં 14 લગ્ન કર્યા છે. જેમાંથી 12 પત્નીઓ તેને છોડીને જતી રહી છે. જ્યારે બે પત્ની અને સાત સંતાનો છે. તે લોકોને ભૂત, પ્રેત, શેતાનની વાતો કરીને ડરાવીને તાંત્રિક વિધિના નામે હજારો રૂપિયા પડાવતો હતો. અને તેવા લોકોના ઘરની બહેન-દીકરીઓ પર ખરાબ નજર રાખી કેમનો દુરુપયોગ કરતો હતો. લંપટ હવસખોર સામે પોલીસે મજબૂત ચાર્જશીટ બનાવી પુરાવા રજૂ કરીને કોર્ટ મારફતે લાંબી સજા આપાવવા કમર કસી છે.

Gujarat Government Advertisement

Related posts

કોરોના વાયરસ/ 24 કલાક રાજ્યમાં કોરોનાના 129 કેસ, 2 દર્દીનાં મોત, રિકવરી રેટ 98.24 ટકા

Damini Patel

ગુજરાત મોડલ: રાજ્યમાં 2.35 લાખ મકાનો રહેવાલાયક નથી, જર્જરીત આવાસમાં દેશમાં આટલા નંબરે આપણું ગુજરાત

Pravin Makwana

એન્ટી વાયરસ સોફ્ટવેરના સર્જકે સ્પેનની જેલમાં આપઘાત કર્યો, મેકાફી ટેક્સ ચોરીના આરોપમાં અમેરિકાથી ફરાર હતો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!