GSTV
Home » News » નવસારી બેઠક પર ભાજપને ફટકો પડે તેવી સ્થિતી, કોંગ્રેસનાં ઉમેદવારને જીતાડવા…

નવસારી બેઠક પર ભાજપને ફટકો પડે તેવી સ્થિતી, કોંગ્રેસનાં ઉમેદવારને જીતાડવા…

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર બન્ને મુખ્ય રાજકિય પક્ષોએ પોતાનાં ઉમેદવારોની જાહેરાત કરી દિધી છે. ત્યારે દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી એવી નવસારી બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ અને પીએમ મોદીની ગુડબુકમાં રહેલા સી.આર.પાટીલને ફરી રિપીટ કર્યા છે. તો કોગ્રેસે પણ નવા ચહેરાને તક આપીને જબ્બર દાવ ખેલ્યો છે. નવસારી બેઠક પર સૌથી વધારે કોળી સમાજનાં મતો હોવાથી કોંગ્રેસે જાતિવાદી રાજકારણ રમીને ધર્મેનશ પટેલને ટીકિટ આપી છે. જો કે સીઆર પાટીલ પણ જુના ખેલાડી છે.તેથી આ વખતે નવસારી લોકસભા સીટ પર બન્ને પાર્ટી વચ્ચે કાંટેકી ટક્કર થશે.

જો કે આ તમામ ગતિવિધીઓ વચ્ચે કોંગ્રેસનાં ઉમેદવારનાં સમર્થનમાં કોળી સમાજનું સંમેલન આયોજીત કરાયું હતું. તેથી સ્થાનિક રાજકારણાં જુના અને અઠંગ ખેલાડીને મ્હાત આપવા માટે દાવ ખેલાયો હોય તેવી શક્યતા સેવાઇ રહિ છે. જો કે સૂત્રોનું કહેવું છે કે માત્ર સમાજનાં હિત ખાતર મળેલા આ સંમેલનમાં જ્ઞાતિનાં ઉમેદવારને જીતાડવા માટે અને જ્ઞાતિનું વર્ચસ્વ વધે તે માટે ચર્ચા હાથ ધરાઇ હતી.

નવસારી લોકસભાની ચૂંટણી લડી રહેલા કોળી ઉમેદવારના સમર્થનમાં સંમેલન આયોજીત કરાયુ. આ સંમેલનમાં નવસારી સહિત દક્ષિણ ગુજરાતના કોળી સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોળી ઉમેદવારને જીતાડવાની અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સંમેલન કોંગ્રેસ પ્રેરિત હોવાની ચર્ચા પણ ચાલી હતી. ભાજપ દ્વારા વર્તમાન સાંસદ સીઆર પાટીલ ઉપર પસંદગી ઉતારતા કોળી પટેલ સમાજ અવઢવમાં મુકાયો હતો. જ્યારે કોંગ્રેસે નવસારીના સ્થાનિક અને કોળી ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારતા કોળી મતોનું ધ્રુવિકારણ થવાની સંભાવનાઓ સેવાઇ રહી છે.

READ ALSO

Related posts

નોતાઓનાં બફાટની વણથંભી વણઝાર: યુપીનાં આ નેતા પીએમ મોદી વિશે બોલ્યા કે….

Riyaz Parmar

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar

અમદાવાદ શહેર ભાજપમાં ભડકો,વોર્ડ પ્રમુખે સોશ્યલ મીડિયામાં વહેતું કર્યુ રાજીનામું

Riyaz Parmar