GSTV
Home » News » નવસારીની નદીઓ ભયજનક સપાટીએ, 28 ગામોને અપાયા એલર્ટ

નવસારીની નદીઓ ભયજનક સપાટીએ, 28 ગામોને અપાયા એલર્ટ

નવસારીમાં અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓ ભયજનક સપાટી વટાવી છે. અંબિકા નદી ભયજનક સપાટીથી બે ફૂટ ઉપર વહી રહી છે. જેને કારણે નદી કિનારાના 28 ગામોને હાઇ એલર્ટ કરાયા છે. તો કાવેરી અને પૂર્ણા નદીની પણ જળ સપાટી વધી રહી છે. એનડીઆરએફની ટીમ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે.

ચીખલી તાલકામાં કાવેરી નદી કાંઠેના હરણ ગામમાં 70 પરિવારોનું સ્થળાંતર કરાયું. કાવેરી નદી કાંઠે સદકપોર ગોલવાડ ફળિયામાં 6 પરિવારના 30 લોકો, મોહલામાં 13 પરિવારનું સ્થળાંતર કરાયું. બીલીમોરા દેસરા વિસ્તારમાં 122 લોકોનું સ્થળાંતર કરાયું છે. અંબિકા નદી પાસે વાડિયા શિપઇંગ યાર્ડમાંથી 30 લોકોનું સ્થળાંતર કરાયું. બીલીમોરા બંદરરોડથી પણ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. બીલીમોરા, ચીખલી અન ગણદેવીમાં એનડીઆરએફની ટીમ તૈનાત છે.

READ ALSO

Related posts

RTOની લાંબી લાઈનોમાં ગયો લોકોનો રવિવાર, એટલી લાંબી લાઈનો કે લોકો પાછળ ઉભતા પણ બે વખત વિચારતા હતા

Mayur

નવરાત્રિ પહેલાં બેન્કોનું કામ પતાવજો ફટાફટ, આ કારણોને લીધે રહેશે બંધ

Dharika Jansari

ગુજરાત પોલીસ રોજના 12 કલાક કામ કરે છે, આ રાજ્યની પોલીસના કામના કલાકો સૌથી વધુ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!