નવસારીના સાંસદ મોદીની GOOD BOOKમાં પણ જાતિવાદના કારણે ફેંકાવાના એંધાણ

નવસારી લોકસભા બેઠકને લઈ ભાજપમાં નિરિક્ષકો સામે કોળી આગેવાનોએ કોળી પટેલને પ્રતિનિધિત્વ આપવાની માગ કરી છે. અહીં વર્તમાન સાંસદ સી.આર.પાટિલ છે. જેઓ પીએમ મોદીની ગુડ લિસ્ટમાં છે. પરંતુ વખતે તેમની સામે જાતિવાદ ઉઠ્યો છે.

નવસારીની 7 વિધાનસભાની બેઠકોમાંથી 4 બેઠકોમાં કોળી પટેલોની સંખ્યા વધુ છે. ત્યારે નિરિક્ષકો સમક્ષ કોળી આગેવાનોએ કોળી પટેલ ઉમેદવાર પસંદ કરવા માગ કરી છે. નવસારી બેઠક પર સંભવિત ઉમેદવારોમાં સીઆર પાટીલ, કેન્દ્ર સરકારમાં ટુરિઝમ વિભાગના ડિરેક્ટર અને ગણદેવીના પૂર્વ ધારાસભ્ય કરશન પટેલ, સુરત શહેર ભાજપ ઉપપ્રમુખ પી.વી.એસ.શર્મા, આરએસએસના નજીકના સુષ્મા અગ્રવાલના નામ ચર્ચામાં છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter