GSTV
Navsari Trending ગુજરાત

કેરીની મીઠાશ થશે ઓછી: ગરમીમાં અસહ્ય વધારો થતા ખેડૂતોની વધી ચિંતા, ઉત્પાદન પર થશે અસર

કેરી

નવસારી જિલ્લો પણ કેરી માટે મહત્વનો છે કેમકે અહીં મોટા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થાય છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં બદલાતા વાતાવરણની અસર ઉત્પાદન પર થતા કેરીની મીઠાશ ઓછી થતી જાય છે. ગત વર્ષોમાં વધુ પડતી ઠંડીને કારણે કેરીને નુકશાન થતુ હતુ, પરંતુ આ વર્ષે વધુ પડતી ગરમીએ ખેડૂતોની ચિંતા વધારી છે.

કેરી

નવસારી જિલ્લાના બાગાયતી પાકોમાં કેરી મુખ્ય પાક છે. અહીંની આંબાવાડીઓમાં કેસર, હાફૂસ, રાજાપૂરી સહિત કેરીની અનેક જાતો થાય છે. ખાસ કરીને નવસારી કેસરની સમગ્ર ભારતમાં માંગ રહે છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી કેરીના ફલીનીકરણ સમયે પડતી વધુ પડતી ઠંડીને કારણે આમ્રમંજરી કાળી પડીને ખરી જતી હતી.
આ વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું પણ માર્ચ શરૂ થતા જ ગરમીમાં અસહ્ય વધારો જોવા મળ્યો. જેથી આમ્રમંજરી ફૂટી ખરી પણ જ્યારે ફળ લાગવાની શરૂઆત થઈ, ત્યારે 38થી 40 ડીગ્રી તાપમાને ફલિનીકરણની પ્રક્રિયાને અસર કરતા ફળ નાના રહેવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

આ સાથે જ જીવાત અને ફૂગજન્ય રોગો પણ કેરીના ઉત્પાદનને અસર કરે છે. જ્યારે ફળ નાના રહેવાને કારણે બજારમાં ભાવ પણ ઓછા મળશે અને ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવી પડે એવી સંભાવના પણ સેવાઇ રહી છે.

બદલાતું વાતાવરણ ખેડૂતોની ચિંતા વધારી રહ્યું છે. ચોમાસા બાદ કમોસમી માવઠું ખેતીને નુકશાન પહોંચાડે છે. જેથી નિષ્ણાતોના મતે આંબાવાડીમાં નીક પાડી હલકું પિયત આપવાથી તપમાન 2 ડીગ્રી ઓછું થશે જેથી કેરીના ફળને સાચવી શકાશે. જોકે ગરમીની અસર ડિસેમ્બરના ફળો પર નહીવત અને ફેબ્રુઆરીના ફળો પર વધુ જોવા મળી શકે. પરંતુ સમયે પાણી આપવાથી અને સેન્દ્રીય ખાતર થકી જમીનના તાપમાનને જાળવવાનો પ્રયાસ કરવામાં આવે તો ખરણથી બચી શકાય.

વર્ષોથી વધુ પડતી ઠંડી કેરીના પાકને નુકશાન પહોંચાડતી હતી, પરંતુ ફલિનીકરણ સમયે જ માર્ચમાં ગરમીમાં વધારો થતાં આ વર્ષે પણ આમ્રમંજરીમાં ખરણ સાથે જ ફળ વહેલા પરિપક્વ થવાથી નાના રહેવાની સંભાવના સાથે જ બજારમાં ભાવ ઓછા મળવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV