GSTV

સંગીત ક્ષેત્રે કાઠું કાઢ્યું/ મહેતા બંધુઓએ કલા મહાકુંભમાં હાર્મોનિયમ અને તબલા વાદનમાં અવ્વલ, નવસારીને અપાવ્યુ ગૌરવ

Last Updated on October 13, 2021 by Pritesh Mehta

નવસારીના મહેતા બંધુઓએ સંગીત ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. ગળથુથીમાં જ સંગીત લઇને જન્મેલા મહેતા બંધુઓએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભમાં હાર્મોનિયમ અને તબલા વાદનમાં અવ્વલ રહી નવસારીને ગૌરવ અપાવ્યુ છે.

નવસારીના બીલીમોરામાં રહેતા ચૈતન્ય મહેતાએ રાજ્ય કક્ષાની હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં 123 માંથી પસંદ થયેલા કુલ 10 સ્પર્ધકો સાથે હાર્મોનિયમ વગાડ્યુ. ચૈતન્યના સુરોની સુરાવલીએ ઉપસ્થિત નિર્ણાયકોને મોહિત કર્યા અને સમગ્ર રાજ્યમાં ચૈતન્ય હાર્મોનિયમ વદનમાં પ્રથમ રહ્યો છે. ચૈતન્ય મુળ વિજ્ઞાનનો વિદ્યાર્થી છે, પરંતુ ઘરના સંગીતના વાતાવરણથી હાર્મોનિયમ વાદનનો શોખ જામ્યો અને આજે મુંબઇ ખાતે પ્રસિદ્ધ સંગીતકાર સુધીર નાયક પાસે વિધિવત તાલીમ લઈ રહ્યો છે.

ચૈતન્યની સાથે એના મોટા ભાઈ ધૈવત મહેતા પણ 20 વર્ષોથી વધુ સમયથી તબલાની સાધના કરી રહ્યો છે. ધૈવતે પણ કલા મહાકુંભમાં 123 સ્પર્ધકોમાંથી ફાઇનલ 10 સ્પર્ધકોમાં સ્થાન મેળવ્યુ હતુ. જેણે વડોદરા ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં તબલા વાદનમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ધૈવત મુંબઇ ખાતે પ્રખ્યાત તબલા વાદક ડૉ. અનિષ પ્રધાન પાસે 15 વર્ષથી તબલા શીખી રહ્યો છે..

મહેતા બંધુના પિતા પણ વાંસળી વાદન કરે છે. જ્યારે તેમના દાદા સિતાર, હાર્મોનિયમ અને તબલાના સારા સાધક હતા. જ્યારે પરદાદા પણ પખાવાજ વગાડતા હતા. આમ ઘરમાં સંગીતની સાધનાના કારણે આજે મહેતા પરિવાર છેલ્લી ચાર પેઢીથી સંગીતનો સાધક રહ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

જનતાને સારા રસ્તા ના આપી શકો તો ટેક્સના પૈસા પરત કરો, આ તારીખ સુધીમાં આ તમામ કામગીરી પૂર્ણ કરવા હાઇકોર્ટનો આદેશ

Dhruv Brahmbhatt

નો માસ્ક-નો ડિસ્ટન્સ, વેક્સિનના 100 કરોડ ડોઝના ઉજવણી કાર્યક્રમમાં કાર્યકરોએ જ કર્યો નિયમોનો ઉલાળિયો

Dhruv Brahmbhatt

અમદાવાદનાં આંગણે રચાશે સુવર્ણ ઈતિહાસ/ એક સાથે 74 મુમુક્ષુરત્નોની નીકળશે શાહી વર્ષીદાન યાત્રા, જૈન સમાજમાં ઉત્સવનો માહોલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!