GSTV
Home » News » અંબિકા નદી ભયજનક સપાટીને પાર : ગણદેવીના નદીકાંઠાના ગામોને એલર્ટ

અંબિકા નદી ભયજનક સપાટીને પાર : ગણદેવીના નદીકાંઠાના ગામોને એલર્ટ

ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નદી ભયજનક સપાટી પાર કરી 22.36 ફૂટે વહેતી થઈ છે. અંબિકા નદીના જળ સ્તરમાં વધારો થવાના કારણે ગણદેવીના નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. એલર્ટ કરવામાં આવેલા ગામોમાં બીગરી, મેંધર, માસા, વાઘરેચ, છાપર, કલમઠા, ભાઠા, મોરલી, ધમડાછા, તોરણગામ, ગડત સહિત સાલેજ ગામોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ગણદેવી અને બીલીમોરાના નિચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં  આવ્યા છે.ત્યારે ગ્રામજનોને નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે. નદીમાં પાણીની આવક વધતા પુરની સ્થિતિ પર વહીવટી તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. વહીવટી તંત્રના અધિકારીઓને પણ ફિલ્ડ પર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. જિલ્લામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અંબિકા નદી ઉપરાંત વેંગણિયા નદીમાં પણ પાણીની આવક વધતા ગણદેવી-બીલીમોરા માર્ગ પર વેંગણિયાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જેથી અનેક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Related posts

જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર આદિવાસી પંથકના વિદ્યાર્થીઓ

Nilesh Jethva

શેરડી પકવતા ખેડૂતો માટે જીવાદોરી સમાન આ સુગર મીલને ફરી શરૂ કરવા હાકલ

Nilesh Jethva

અમદાવાદમાં શ્વાન ખસીકરણની કામગીરીમાં ભ્રષ્ટાચાર, આ સંસ્થાને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!