GSTV
Gujarat Government Advertisement

નવસારીમાં ઝુંપડાવાસીઓને નોટિસ પાઠવ્યા બાદ પણ જગ્યા ખાલી ન કરતા JCB દ્વારા ડીમોલેશન હાથ ધરાયું

Last Updated on March 19, 2021 by Dhruv Brahmbhatt

નવસારીના બંદર રોડ પર રેલ્વેની જગ્યામાં ઝૂંપડામાં રહેતા 30 શ્રમિકોને પાલિકાએ આવાસ ફાળવ્યાં હતાં. પરંતુ આવાસને તેમણે ભાડે ચઢાવી તેઓ ઝૂંપડામાં જ રહેતા હતાં. જેથી પાલિકાએ ભાડુઆતોને આવાસ ખાલી કરવા સાથે જ ઝૂંપડાવાસીઓને ત્યાં વસાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. રેલ્વેની જગ્યામાં વર્ષોથી વસેલા 52 ઝુંપડાવાસીઓને પાલિકાએ જગ્યા ખાલી કરવા ત્રણ-ત્રણ નોટિસો આપી હતી. પરંતુ અહીં વસતા શ્રમિક પરિવારોએ જગ્યા ખાલી જ ન હોતી કરી.

બીજી તરફ નવસારી પાલિકાએ ગત વર્ષોમાં શહેરના રીંગ રોડ નજીક બનાવેલા આવાસોમાં બંદર રોડના 30 શ્રમિક પરિવારોને આવાસ ફાળવ્યાં હતાં. જ્યારે 21 ઝુંપડાવાસીઓને આવાસ મળ્યા ન હતાં. જો કે તેમણે પાલિકાના શાસકો સહિત લોક પ્રતિનિધિઓને રજૂઆતો કરી હતી, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું હતું.

દરમ્યાન નવસારી નગરપાલિકા અને રેલ્વેએ ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવાની હોવાથી ઝુંપડાવાસીઓને નોટિસો પાઠવી જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું. પરંતુ ઝૂંપડાવાસીઓએ જગ્યા ખાલી ન કરતા ગત રોજ રેલ્વે અને પાલિકાએ પોલીસની મદદથી ઝૂંપડાઓ ઉપર JCB ચલાવી ડીમોલેશન કર્યુ હતું.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!