GSTV
Gujarat Government Advertisement

બોર્ડ પરીક્ષામાં નહીં થાય પેપર ફૂટવાની ઘટના, વિકસાવવામાં આવી આ ખાસ ટ્રેકિંગ સિસ્ટમ

Corona

Last Updated on February 28, 2020 by Arohi

પેપર ફૂટી જવાની ઘટનાઓને જોતા શિક્ષણ બોર્ડ પણ સચેત બન્યું છે. બોર્ડ પરીક્ષાઓમાં પેપર ફૂટવાની ઘટના ન બને એ માટે મોબાઈલ ટ્રેકિંગ સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં કુલ ૧૧૫ ઈમારતોમાં ૪૩ હજારથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને મળનારા પ્રશ્નપત્રો સમયસર અને લીક ન થાય એ માટે શિક્ષણ બોર્ડ દ્વારા વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.

કઈ રીતે કરશે આ એપ કામ?

બોર્ડ દ્વારા પ્રશ્ન પત્રોની વહેંચણી માટે જીલ્લામાં એક જ સ્થળ રાખવામાં આવ્યું છે. જે સ્થળેથી સંચાલકો કે એજન્ટોએ પરીક્ષાના પ્રશ્નપત્રો લઇ જવાના રહેશે. પેપર લેતી વખતે ૧૦ ફોટો અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા બાદ પણ તેના ફોટો પાડીને એપ્લીકેશનમાં અપલોડ કરવાનાં રહેશે. જેથી પેપર ફૂટવાની કોઈ શક્યતા નહી રહે એવો દાવો જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

પ્રિ-મોન્સૂનનો ફુગ્ગો ફૂટ્યો, એએમસીના દાવા સામે અનેક વિસ્તારોમાં ભરાયા ઘુટણસમાં પાણી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!