GSTV
Navsari Trending ગુજરાત

વધુ એક વહીવટ? / સુરત બાદ ભાજપના વધુ એક કાર્યાલય ખાતે નિઃશુલ્ક 1000 રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ

રાજ્યમાં એક તરફ લોકોને રેમડેસિવિર ઇન્જેક્શનની અછત પડી રહી છે તો બીજી બાજુ ભાજપ દ્વારા એટલે કે સી.આર પાટીલ દ્વારા સુરતના ભાજપના કાર્યાલય ખાતે રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સી.આર પાટીલે બારોબાર 5 હજાર ઇન્જેક્શન ખરીદી લીધાં છે. જેથી હોસ્પિટલોમાં દર્દીઓના સગાંઓએ ભારે હેરાન થવાનો વારો આવ્યો છે. સી.આર પાટીલના બારોબાર વહીવટને લઇને અનેક પ્રશ્નો પણ મનમં ઊભા થયાં છે. ત્યારે તાજેતરમાં જ પાટિલે ખરીદેલા ઇન્જેક્શન મામલે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસના આદેશ આપ્યાં છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરે 5 હજાર ઇન્જેક્શનનો જથ્થો ક્યાંથી આવ્યો તેની તપાસ કરવા અધિકારીઓને જણાવ્યું છે. આ ઉપરાંત રાજકીય પક્ષના કાર્યાલય તેમજ ખાનગી જગ્યાએ થતા ઇન્જેક્શનના વિતરણ બાબતે પણ તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

નવસારીમાં પણ ભાજપે કાર્યાલય ખાતેથી રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કર્યું

જો કે, હજુ તો સુરતમાં ભાજપના કાર્યાલય ખાતે કરવામાં આવી રહેલા ઇન્જેક્શનના વિતરણના મુદ્દાએ ભારે જોર પકડ્યું છે. ત્યાં તો ભાજપના વધુ એક કાર્યાલય ખાતેથી રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નવસારીમાં પણ ભાજપે તેમના કાર્યાલય ખાતેથી રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કર્યું છે. જિલ્લા ભાજપે બિલ્ડરના સહયોગથી કાર્યાલય પર 1 હજાર જેટલા રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કર્યું છે. ભાજપના કાર્યાલય ખાતેથી કોરોનાના દર્દીઓને નિઃશુલ્ક ઇન્જેક્શન આપવામાં આવ્યાં છે.

નવસારીમાં કોરોનાના વધતા કેસોની સાથે જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે, ત્યારે જિલ્લા ભાજપ દ્વારા બિલ્ડર ભરત સુખડીયાના આર્થિક સહયોગથી જિલ્લામાં જરૂરિયાતમંદ કોરોના દર્દીઓને ભાજપ કાર્યાલય ખાતેથી નિઃશુલ્ક 1000 રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની તૈયારી બતાવી. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહએ આ અંગે જાહેરાત કરી છે. આજથી જરૂરિયાતમંદોને ભાજપ કમલમ કાર્યાલય ખાતેથી જરૂરી ડોક્યુમેન્ટ ચકાસ્યા બાદ નિઃશુલ્ક ઇન્જેક્શન અપાશે. ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં બે મહિનામાં કોરોનાના કેસો દોઢસોથી વધુ થયા છે.

સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે વિના મૂલ્યે ઇન્જેક્શનની ફાળવણી

ભાજપે ઝાયડસ કંપની પાસેથી 5 હજાર ઈન્જેક્શન ખરીદ્યા છે. ખાનગી હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીના સ્વજનોને ભાજપ કાર્યાલય ખાતે વિના મૂલ્યે ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવશે. હોસ્પિટલના ઓથોરાઈઝ ડૉક્ટરની સહી, સિક્કા સાથેના પ્રિસ્ક્રીપશન લેટર, દર્દીના આધાર કાર્ડ અને ઓળખ પુરાવા પર ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવશે. પ્રથમ દિવસે 1 હજાર ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે.

5000 ઈન્જેકશનની વ્યવસ્થા મામલે સી.આરને પૂછો : CM રૂપાણી

જો કે, આ મામલે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શન મામલે સીધો સવાલ સી.આરને પૂછો. સુરતમાં સરકાર જે ઇન્જેક્શન મોકલી રહી છે તેનું સી.આરના પાંચ હજાર ઇન્જેક્શન સાથે કોઇ જ કનેક્શન નથી. 5000 ઈન્જેકશનની વ્યવસ્થા સી.આર કેવી રીતે કરે છે તે સી.આરને પૂછો.’

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે સી.આર પાટીલે 5000 રેમડેસિવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરાઇ રહી છે, જ્યાં જરૂર જણાશે અને પેશન્ટ પાસે વ્યવસ્થા નહીં હોય તો એમને વિનાનૂલ્યે પણ રેમડેસિવીર પૂરા પાડવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી. જો કે આ ઇન્જેક્શનનો બારોબાર વહીવટ કેવી રીતે થયો અને ક્યાંથી આવ્યાં એ મામલે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસના આદેશ આપ્યાં છે.

READ ALSO :

Related posts

રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth

નવી એરલાઇન ફ્લાય 91નો ફર્સ્ટ લુક જાહેર, શિયાળામાં પ્રથમ ફ્લાઈટ ઉડશે

Vushank Shukla

બીએસઇ ડેરિવેટિવ્ઝના ટર્નઓવરમાં ઉછાળો

Vushank Shukla
GSTV