GSTV

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Last Updated on September 18, 2021 by Pritesh Mehta

નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં બામ્બુ પ્રોડક્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખુરશી, ટેબલ, સહિત 100 થી વધુ વસ્તુઓ પ્રદર્શનમાં રાખવામાં આવી હતી. સ્ટેસ્ટ બામ્બુ મિશનના ડાયરેકટર એન્ડ એ. સી. સી. એફ. એસ મનિશ્વર રાજા મુખ્ય મહેમાન તરીકે જોડાયા હતા.

નવસારી

તાલીમ પામેલા 72 વિદ્યાર્થીઓ આકર્ષક વસ્તુઓ બનાવીને વેચાણ થકી આર્થિક ઉપાર્જન કરશે. બામ્બુ મિશન યોજના અંતર્ગત રાજ્ય અને જિલ્લા, ગ્રામ્ય કક્ષાએ એક ઓફીસ હોય છે. જેમાંથી વાસની ખેતી કરવાને લગતી માહિતી મેળવી શકાય છે. સરકાર આ ખેતી માટે 5 લાખ સુધી સબસીડી પણ આપે છે. હાલમાં ગુજરાતમાં 200 જેટલી ઇન્ડસ્ટ્રીઝ વાસના ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છે.

સમગ્ર વિશ્વમાં વાસનો 1 હજાર 700 બિલિયન ડોલરનો વ્યવસાય છે. ભારત આગામી સમયમાં મોટી હિસ્સેદારી ધરાવશે. ભારત સરકાર ખેડૂતોને વાસના વ્યવસાય તરફ વળવા માટે સતત પ્રોત્સાહિત કરે છે. આ પાકમાં ખાતર પાણી કે અન્ય કોઈ દેખભાળની જરૂર રહેતી નથી. ઓછા ખર્ચમાં વધુ નફો અપાવતી ખેતી તરફ દેશમાં મોટા અભિયાનની શરૂઆત કરાઇ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

ગ્રેડ-પે મુદ્દે પોલીસ કર્મચારીઓનું મહા આંદોલન, રાજ્યભરમાં ઠેર-ઠેર કરાયું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta

અહીં વસે છે સાચું ભારત / ડીસાનો મુસ્લિમ પરિવાર આખું વર્ષ જુએ છે દિવાળીની રાહ, જાણો વિગતે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!