GSTV
Home » News » નવસારી : 20 દિવસ અગાઉ એસટીમાં નોકરીએ લાગેલા ડ્રાઇવરે પ્લેટફોર્મ પર ત્રણ લોકોના જીવ લઇ લીધા

નવસારી : 20 દિવસ અગાઉ એસટીમાં નોકરીએ લાગેલા ડ્રાઇવરે પ્લેટફોર્મ પર ત્રણ લોકોના જીવ લઇ લીધા

નવસારી એસટી ડેપોમાં નવા નિશાળિયા ડ્રાઈવરની બેદરકારીએ ત્રણ મુસાફરોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા મોડી રાતે ધારાસભ્ય પિયુષ દેસાઈ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા.

બસ ચાલક પ્રવિણ ધાંધલની ચાલુ મહિને જ નિમણુક કરવામાં આવી છે. અને તેણે ગત સાંજે બસ ડેપો પર સ્ટિયરિંગ પર કાબુ ન રાખતા બસ પ્લેટફોર્મ પર ચડાવી દીધી હતી. અને બસની રાહ જોતા મુસાફરોને અડફેટે લીધા હતા. કનુ વેકરીયા, ભદ્રાબેન પટેલ અને વર્ષાબેન હળપતિના ઘટનાના સ્થળે જ મોત થયા જ્યારે મોનિકા પટેલને ગંભીર હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા. પોતાની બેદરકારી બાદ ડ્રાઈવર ભાગી ગયો હતો. બીજીતરફ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા.

નવસારી એસટી બસ અકસ્માતમાં બસ ડ્રાઇવરની બેદરકારી સામે આવી છે. જેમાં બસનો ડ્રાઇવર પ્રવીણ ધાંધલ નવો નિશાળિયો હોવાનુ ખુલ્યુ છે. ડ્રાઇવર પ્રવીણ ધાંધલ 20 દિવસ અગાઉ જ બસ ડ્રાઇવર તરીકે નોકરીએ જોડાયો હતો. હાલમાં ફરાર આરોપી પ્રવીણ ધાંધલ સામે આઇપીસીની ધારા 304 હેઠળ ગુનો નોંધાયો છે.

આ સાથે પોલીસે બસ ડ્રાઇવર પ્રવિણ ધાંધલની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ત્રણ ટીમો બનાવી આરોપી પ્રવિણને પકડી પાડ્વા દોડધામ શરૂ કરી છે. ડ્રાઈવર પ્રવીણ અમરેલીનો વતની છે. ત્યારે અમરેલી પોલીસ પણ તપાસમાં જોડાઈ છે.

READ ALSO

Related posts

સુરત જિલ્લાના ઓલપાડ ગ્રામ પંચાયતની લાપરવાહી, તળાવકિનારે બનાવેલી દિવાલ અડચણરૂપ

Mansi Patel

હવે ડુપ્લિકેટ લાયસન્સનું કૌભાંડ, 1500 રૂપિયા હતો એક લાયસન્સનો ભાવ

Mansi Patel

અસમ સરકારની મોદી સરકારને માંગ, રદ્દ કરવામાં આવે NRCની યાદી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!