GSTV

નવલા નોરતાનું આવતીકાલથી આગમન, અમદાવાદીઓનો ઉત્સાહ સાતમા આસમાને

નવલી નવરાત્રીની રાતોની હવે ઘડીઓ ગણાઈ રહી છે. એમા પણ જ્યારે નવરાત્રી વાત હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં અમદાવાદીઓનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળતો હોય છે. ત્યારે નવરાત્રીની અંતિમ તૈયારી રૂપે પોતાના ગરબાઓની સ્ટાઈલ ધુમ મચાવતા ખૈલાયાઓનું ગ્રુપ તનતોડ મહેનત કરી રહ્યા છે. નવરાત્રીના નવે દિવસ પોતાની અવનવી સ્ટાઇલથી ગરબે ઘૂમીને ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠવાની સાથે હજારો લાખોના ઇનામો પમ જીતતા હોય છે.

 

નવરાત્રીને વિશેષ બનાવવા માટે ખૈલેયાઓ નવરાત્રી અગાઉ પાંચ પાંચ મહિનાથી પ્રેકટીસમાં લાગી જતા હોય છે. દર વર્ષે નવી સ્ટાઈલ અવનવા કોસ્ચયૂમફેન્સી મેકએપ અને ટ્રેડિશ્નલ લૂક આપવા પાઘડી સહિતની વિવિધ એસેસરીઝની પસંદગી નવરાત્રી અગાઉ જ શરૂ થઇ જતી હોય છે.અમદાવાદના દરેક વિસ્તારમાં ખેલૈયાઓ આવી જ રીતે વિવિધ સ્ટેપ્સ લઇને પ્રેકટીસ કરીને નવરાત્રીને રંગીન બનાવી દેતા હોય છેઆ વખતે નવરાત્રીમાં કૌભાંડો ગૌટાળા અને કૌભાંડો કરીને નાસી જનારને અનુલક્ષીને વિવિધ ગરબા સ્ટાઇલ તૈયાર કરાઇ છે. જેમાં ભાગમભાગ ગરબા સ્ટાઇલ આકર્ષણનું કેન્દ્ર બની છે

અમદાવાદમાં દરેક નવરાત્રીમાં વર્ષોથી ઇનામો જીતતા ગ્રુપ દર વર્ષે અવનવી સ્ટાઇલ્સ સાથે ગરબે ઘૂમતા હોય છે. જેવી આ ઉંધી સુરતી. કાઠિયાવાડી સ્ટાઈલ સહિત 20 થી વધારે 70 થી 80 સ્ટેપ્સની સ્ટાઈલ્સ સાથે ફરી એક વખત આ વર્ષે ખૈલાયાઓ લોકોના મન-મોહવા આવી રહ્યાં છે.

નવરાત્રીને લઇને યુવકો યુવતીઓ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. જેમાં આ વર્ષે પણ આવો જ ઉત્સાહ દરેક ગ્રુપમાં જોવા મળી રહ્યો છે. જેથી આ વર્ષની નવરાત્રી સવિશેષ બની જશે તે ચોક્કસ વાત છે.

Related posts

જો હજી વધુ કેસો સામે આવશે તો અમદાવાદના બોડકદેવ વિસ્તારને ક્લસ્ટર ઝોનમાં મૂકી દેવામાં આવશે

Pravin Makwana

કોરોનાનું હૉટસ્પોટ બનતા અમદાવાદમાં નહેરુબ્રીજ કરાયો બંધ, કાલુપુર શાકમાર્કેટ પણ રહેશે બંધ

Pravin Makwana

અમદાવાદના આ 8 વિસ્તારમાં છે કોરોનાની દહેશત, જોખમ વધતા ડ્રોનથી દંવનો છંટકાવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!