GSTV

મોટા સમાચાર/ રાજ્યમાં આ વખતે નહીં યોજાય રાજ્યકક્ષાનો નવરાત્રિ મહોત્સવ, GMDC ગ્રાઉન્ડ રહેશે સુનૂ

નવરાત્રી

ગુજરાત સરકાર આ વખતે વાયબ્રન્ટ નવરાત્રિ નહીં યોજે. રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિને જોતાં રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં યોજવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે. 17થી 25 ઓક્ટોબર દરમિયાન રાજ્ય સરકારે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવના જે આયોજનો કર્યા હતા તે તમામ આયજનો રદ કરવામાં આવ્યા છે.

દરવર્ષે અમદાવાદ જીએમડીસીમાં રાજ્ય સરકાર પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવ ઉજવે છે. જ્યાં હજારો લોકો લાભ લેતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારી વચ્ચે લોકોની ભીડ ન થાય અને સંક્રમણ ન વધે તે માટે લોકોના આરોગ્યને ધ્યાને લઈ રાજ્ય સરકારે નવરાત્રી નહીં યોજવા મહત્વનો નિર્ણય કર્યો છે.

જો ગરબાનું આયોજન કરાશે તો લોકોના આરોગ્યને મોટું જોખમ રહેશે

મહત્વનું છે કે તબીબોએ પણ ચેતવણી આપી છે કે જો ગરબાનું આયોજન કરાશે તો લોકોના આરોગ્યને મોટું જોખમ રહેશે. તેવામાં ક્લબોમાં, પાર્ટીપ્લોટોમાં ગરબાનું આયોજન કરતાં અનેક આયોજકો અગાઉથી જ ગરબાના આયોજનો રદ કરી દીધા છે.

READ ALSO

Related posts

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની સભાનો ફિયાસ્કો, ખુરશીઓ ખાલી રહેતા બાળકોને ખેસ પહેરાવી સભામાં બેસાડી દેવાયા

Nilesh Jethva

ભાજપ અગ્રણી પીવીએસ શર્માને ત્યાં આઇટીની રેડ દરમિયાન મળી આવ્યા અધધ રોકડ રકમ અને સોનું

Nilesh Jethva

વલ્લવપુરમાં અપહરણ કરાયેલ પિતા-પુત્ર મામલે થયો ચોંકાવનારો ખુલાસો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!