GSTV

આ હેચબેક કારો ઉપર મળી રહ્યુ છે બંપર નવરાત્રિ ડિસ્કાઉન્ટ, જાણો ઓફર

ભારતમાં નવરાત્રીની શરૂઆત સાથે જ તહેવારની સિઝન શરૂ થઈ ગઈ છે. કંપનીઓ તહેવારની સિઝનમાં તેમના વેચાણમાં વધારો કરવા માટે નવી ઓફર્સ અને છૂટ આપે છે. હવે, નવરાત્રીમાં હેચબેક કાર્સ પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. ચાલો જાણીએ કંઈ કાર પર કેટલી છૂટ આપવામાં આવી રહી છે.

મારુતિ સ્વિફ્ટ

ભારતીય બજારમાં તે એક સૌથી લોકપ્રિય કાર છે. આ કાર પર 15,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એક્સચેંજ બોનસ તરીકે તમે રૂ.20,000 નું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ઉપરાંત કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ 5000 રૂપિયામાં મળે છે.

હોન્ડા જૅઝ

આ કાર પર 25,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ છે. આ કાર પર 15,000 રૂપિયાનું એક્સચેંજ બોનસ પણ ઉપલબ્ધ છે. આ સિવાય 6,000 રૂપિયાનું લૉયલ્ટી બોનસ પણ ઉપલબ્ધ છે. 10,000 નું એક્સચેંજ બોનસ પણ ઉપલબ્ધ છે.

હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10

આ કાર પર 60,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કારમાં રૂ.40,000 નું કેશ ડિસ્કાઉન્ટ, રૂ. 5000 નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને રૂ.15,000 નું એક્સચેંજ બોનસ મળશે.

હ્યુન્ડાઈ ઈલાઈટ i20

નવરાત્રીમાં આ કાર પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. આ કાર પર 50,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સિવાય રૂ.20,000 નું એક્સચેંજ બોનસ પણ મળી રહ્યું છે. આ સિવાય કોર્પોરેટ ડિસ્કાઉન્ટ 5000 રૂપિયા સુધી મળે છે. આ રીતે, તમે આ કાર પર કુલ 75,000 રૂપિયાની છૂટ લઈ શકો છો.

READ ALSO

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!