GSTV
Astrology Life Trending

58 વર્ષ બાદ નવરાત્રિમાં બની રહ્યો છે દુર્લભ અને ખાસ યોગ, રાશિઓ પર પડશે આ પ્રભાવ

17 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં શનિ મકર રાશિ અને ગુરુ ધનુ રાશિમાં રહેશે. લગભગ 58 વર્ષ બાદ આ બંને ગ્રહ પોતપોતાની રાશિમાં રહેશે. તે રાશિઓ પર પણ શુભ-અશુભ પ્રભાવ રહેશે. જ્યોતિષાચાર્ય શિવ પ્રસાદ મમગાઈં પ્રમાણે આ વખતે પિતૃ પક્ષ બાદ એક મહીનાનો અધિકમાસ લાગવાને કારણે નવરાત્રિ મોડેથી શરૂ થશે. દરેક વખતે પિતૃ પક્ષ સંપન્ન થયા બાદ નવરાત્રી શરૂ થાય છે. આ નવરાત્રિમાં પ્રથમ દિવસથી જ સૂર્યનું રાશિ પરિવર્તન હશે.

તુલા રાશિમાં વક્રી બુધ પણ રહેશે

સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં વક્રી બુધ પણ રહેશે. તેને બુધ આદિત્ય યોગ કહેવામા આવે છે. ગુરુ અને શનિ ગ્રહનો પણ દુર્લભ યોગ બની રહ્યા છે. આચાર્ય ડૉક્ટર સુશાંત રાજ પ્રમાણે આ નવરાત્રિમાં દુર્લભ યોગની અસર રાશિઓ પર પણ પડશે.

રાશિઓ પર પ્રભાવ

  • મેષઃ વિવાહના યોગ બની શકે છે. બીમારીથી છુટકારો મળી શકે છે.
  • વૃષભઃ શુત્રુઓનો પ્રભાવ ઓછો રહેશે. બીમારીમાં સુધાર રહશે.
  • મિથુનઃ સંતાન સુખ મળવાના યોગ છે. આર્થિક લાભ અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે.
  • કર્કઃ માતા પાસેથી સુખની પ્રાપ્તિ થશે. કાર્યોમાં સફળતા મળશે.
  • સિંહઃ વિચારવામાં આવેલી યોજના સાકાર થશે. ભાઈ પાસેથી સહયોગ મળશે.
  • કન્યાઃ સ્થાયી સંપત્તિ લાભકારી રહેશે. ધનમાં વૃદ્ધિ થશે.
  • તુલાઃ મેહનત રંગ લાવશે. વિચારવામાં આવેલ કામ પાર પડી જશે.
  • વૃશ્વિકઃ ધન આવશે, પરંતુ ટકશે નહી. ઘર-પરિવારમાં સમસ્યા આવી શકે છે.
  • ધનુઃ સફળતા મળશે. આર્થિક વૃદ્ધિ થશે.
  • મકરઃ કામમાં સમસ્યા રહેશે. તણાવ રહેશે.
  • કુંભઃ ભાગ્ય ઉદય અને વૃદ્ધિ થશે. મિત્રોનો પણ સહયોગ મળશે.
  • મીનઃ વાહન લાભકારી રહેશે નહી. દુર્ઘટનાની આશંકા છે. દુશ્મન પણ નુકસાન પહોંચાડી શકે છે.

READ ALSO

Related posts

આ સરળ ટિપ્સ અજમાવીને બચાવી શકો છો તમારી કારનું ફ્યૂલ, થશે મોટી બચત

Hina Vaja

ચાંદખેડામાં પ્રેમ-પ્રકરણમાં યુવતીના કાકા સહિત ત્રણ શખ્સોએ યુવાનનું કર્યું અપહરણ, નગ્ન કરીને ઢોર માર માર્યા બાદ છોડી મૂક્યો

pratikshah

ઈલેક્ટ્રિક સ્કૂટરમાં બેટરીનું આયુષ્ય કેટલું છે, ખરાબ થાય તે પહેલા મળે છે આ સંકેતો

Hina Vaja
GSTV